DEESA BLAST : 18ના મોત, વગર પરવાનગીએ ધમધમતી હતી ફેક્ટરી
મુખ્યમંત્રી સાંજે કદાચ ઘટનાસ્થળની મુલાકાત લે તેવી શક્યતા

મુખ્યમંત્રી સાંજે કદાચ ઘટનાસ્થળની મુલાકાત લે તેવી શક્યતા

મુખ્યમંત્રી સાંજે કદાચ ઘટનાસ્થળની મુલાકાત લે તેવી શક્યતા
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં લાગેલી આગ બાદ પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ દૂર્ઘટનામાં 18 મજૂરના મોત થયા છે જ્યારે હજું પણ રેસ્કયું કામ જારી છે. ઘટનાના પગલે વહિવટી તંત્રએ તત્કાળ બચાવ અભિયાન શરુ કર્યું છે. ઘટનાની ગંભીરતા જોઇને ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત ડીસા જવા રવાના થયા છે. મુખ્યમંત્રી સાંજે કદાચ ઘટનાસ્થળની મુલાકાત લે તેવી શક્યતા છે. મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. આ મામલે પોલીસે મીડિયાને કહ્યું હતું કે પોલીસે ફેક્ટરીની વિડીયોગ્રાફી કરીને નેગેટિવ અભિપ્રાય આપેલો હતો.
મળેલી જાણકારી મુજબ આ ઘટનામાં મૃત્યું પામેલા મજૂરો મધ્યપ્રદેશના છે. અને બે દિવસ પહેલાં જ તેઓ ફટાકડાની ફેક્ટરીમાં કામ કરવા આવ્યા હતા અને આજે બ્લાસ્ટ થતાં તેમણે જીવ ગુમાવ્યો હતો. દીપક ટ્રેડર્સ નામની આ ફેકટ્રીમાં ફટાકડા બનાવાતા હતા અને ખુબચંદ સિંધી નામના શખ્સે ફટાકડા વેચવાની પરવાનગી મેળવીને ફટાકડા બનાવાનું કામ શરુ કર્યું હતું. આ શખ્સ તો ઘટના બાદ ફરાર થયેલો હોવાનું જાણવા મળે છે પણ તેણે કોઇની મીલીભગતથી આ કામ શરુ કર્યું હતું કે કેમ તેની પણ પોલીસ દ્વારા તપાસ શરુ કરાઇ છે.
આ બ્લાસ્ટ એટલે પ્રચંડ હતો કે મૃતકોના ફુરચેફુરચા ઉડી ગયા હતા. છેક આસપાસના વિસ્તારો સુધી માંસના લોચા ફેંકાયા હતા અને કોઇ મૃતકની ઓળખ પણ ના થઇ શકે તેવી હાલત છે. લોકોમાં પણ ઘટનાના પગલે ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. આ આગ અને બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધી શકે છે તેવી આશંકા પણ વ્યક્ત કરાઇ રહી છે. અત્યાર સુધી 17 મજૂરોના મૃતદેહ મળ્યા છે અને 5 મજૂરને સારવાર માટે ડીસા હોસ્પિટલમાં ખસેડાયા છે.
બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, ડીસા ખાતે ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થવાના સમાચાર મળ્યા હતા. આ બ્લાસ્ટના કારણે ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો. ફેક્ટરીમાં કામ કરતાં મજૂરોના પરિવારો પણ અહીં રહે છે. હાલ ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે.
સમગ્ર ઘટનામાં કોની બેદરકારી છે તેની પણ હવે તપાસ કરાઇ રહી છે. ગેરકાયદેસર રીતે ધમધમી રહેલી આ ફટાકડાની ફેક્ટરી વિશે સ્થાનિક તંત્રને જાણ પણ ન હતી તેવો સવાલ પુછાઇ રહ્યો છે.
આ ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ડીસા જવા રવાના થયા છે. તેમણે મીડિયાને કહ્યું હતું કે દોષિતોને છોડવામાં નહીં આવે. બીજી તરફ મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટના સ્થળની મુલાકાત લે તેવી સંભાવના
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.