વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ દેશમાં ૮ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ સ્થાનની અગાસી ઉપર તિરંગો લહેરાવી તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.
સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અંદાજે ૫૦ લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં તિરંગા યાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી, તિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા કાર્યક્રમો યોજાનાર છે.
૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે લોકોમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારૂ અભિયાન બને તે માટે હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરાયુ છે.