ગુજરાતની UCC કમિટીના ચેરમેન નિવૃત્ત જજ રંજના દેસાઇ વિશે જાણી લો..
રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં કમિટી બનાવી

રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં કમિટી બનાવી

રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં કમિટી બનાવી
યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્યમાં યુસીસી મુદ્દે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટીની જાહેરાત કરી હતી. આ કમિટી 45 દિવસમાં સરકારને તેનો રિપોર્ટ રજૂ કરશે.
ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થયા બાદ ગુજરાતમાં પણ યુસીસીના ભણકારા વાગી રહ્યા હતા. ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ ગુજરાતમાં યુસીસીનો અમલ કરવાની જાહેરાત કરી હતી જેથી ગુજરાતમાં ગમે ત્યારે યુસીસી લાગુ થાય તેની શક્યતા વર્તાઇ રહી હતી અને મંગળવારે રાજ્ય સરકારે આ મુદ્દે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આ નિર્ણયની જાણકારી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં યુસીસીની આવશ્યક્તા ચકાસવા અને કાયદો બનાવવા 5 સભ્યોની કમિટી બનાવાઇ છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં કમિટી બનાવાઇ છે.
તેમણે કહ્યું હતું કે 5 સભ્યોની કમિટીમાં નિવૃત્ત આઇએએસ સી એલ મીણા સહિત એડવોકેટ આર.સી.કોડેકર, પૂર્વ વીસી દક્ષેશ ઠાકર તથા નિવૃત્ત જજ અને સોશિયલ વર્કર ગીતાબેન શ્રોફ નો સમાવેશ થાય છે. આ કમિટી તમામ પાસાનો અભ્યાસ કરી 45 દિવસમાં રિપોર્ટ આુપશે. તેના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે . તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં કાર્ય કરાશે તેમ સીએમએ જણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે જસ્ટિસ રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ છે. તેમનો જન્મ 30 ઓક્ટોબર 1949ના રોજ થયો હતો. તેઓ 13 સપ્ટેમ્બર 2011થી 29 ઓક્ટોબર 2014 સુધી સુપ્રીમ કોર્ટમાં જજ હતા.તેમણે 1970માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતક (B.A.) પૂર્ણ કર્યા બાદ 1973માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાંથી બેચલર ઑફ લૉઝ (BA LLB)ની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેમણે વકિલાત શરૂ કરી.હતી. જસ્ટિસ રંજના દેસાઈ જમ્મુ અને કાશ્મીર પરના સીમાંકન આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 70ના દાયકામાં પ્રેક્ટિસ શરૂ કરનારા જસ્ટિસ દેસાઈ સુપ્રીમ કોર્ટ પહેલા બોમ્બે હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે.
પ્રેસ કોન્ફરન્સમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ કહ્યું હતું કે, એક જ નિયમોને આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રંજનાબેન દેસાઈ ની નિમણૂક કરવા પાછળના કારણો અંગે જણાવ્યું હતું કે, તે ખૂબ અનુભવ ધરાવે છે. અનુભવના આધારે પસંદગી કરવામાં આવે છે. બહોળો અનુભવ છે અને સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ છે. આદિવાસી અધિકારોને આ કાયદો અસર કરશે કે કેમ તે અંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ સરકારનું યુસીસી મોડેલ અદભુત છે. આ મોડેલમાં આદિવાસી સમાજના હકને યુ.સી.સી કાયદામાં લાવવામાં આવ્યો નથી. ગૃહ મંત્રીએ પણ ઝારખંડની સભા દરમિયાન કહ્યું હતું કે, આદિવાસી સમાજના રિવાજ તથા કાયદાનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે.ગુજરાતમાં ધર્મના આધારે રહેણાંકનું વિભાજન (અશાંત ધારો) છે એ ઘટના આધારિત નક્કી કરવામાં આવે છે એટલે આ મુદ્દો સુસંગત નથી. 45 દિવસમાં રિપોર્ટ આવ્યા પછી મુખ્યમંત્રી નિર્ણય કરશે અને વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવશે. એચ.યુ.એફ. નો પણ અલાયદો કાયદો છે. કોઈ એક સમાજ માટે આ કાયદો નથી. ધર્મ સાથે જોડાયેલા લોકોને પણ આ કમિટી મળશે. રિપોર્ટમાં તમામ રિવ્યૂ રજૂ કરવામાં આવશે.
હાલ દેશમાં બે પ્રકારના કાનૂન છે- ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા. ક્રિમિનલ કાયદામાં ચોરી, લૂંટ, મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે. દરેક ધર્મ, સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા લાગુ પડે છે, જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે, છૂટાછેડા, ભરણ-પોષણ વગેરે. ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્નના રીતરિવાજ અલગ અલગ છે. આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લૉ પણ કહેવાય છે.
પર્સનલ લૉ એટલા માટે કે મુસ્લિમોમાં શાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લૉ મુજબ થાય છે. હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે. ઈસાઈ અને શીખ માટે પણ અલગ પર્સનલ લૉ છે. યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લૉ ખતમ થઈ જશે અને કોઈપણ ધર્મ હોય, કોઈપણ સમુદાય હોય, એ તમામ માટે એકસમાન કાયદા રહેશે, જેને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કહેવાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.