લુણાવાડાની વકીલ મહિલા પર આરોપ
5 વખત લગ્ન કરી પતિઓ પાસેથી ભરણપોષણની માંગણી કરી છેતરપિંડીનો દાવો

જીવનસાથી એપ્લિકેશન દ્વારા ફસાવતી હતી શિકાર

જીવનસાથી એપ્લિકેશન દ્વારા ફસાવતી હતી શિકાર
ગુજરાતમાં લગ્નના પવિત્ર બંધનને કમાણીના સાધન તરીકે વાપરવાનો ગંભીર આરોપ એક મહિલા વકીલ પર લાગ્યો છે. મૂળ લુણાવાડાની આ મહિલા વ્યવસાયે વકીલ હોવા છતાં મેટ્રિમોનિયલ સાઇટ્સ પર પોતાની ઓળખ 'ગૃહિણી' તરીકે દર્શાવતી હતી અને અલગ-અલગ જિલ્લાઓમાં પાંચ પુરુષો સાથે લગ્ન કર્યા બાદ ભરણપોષણની માંગણી કરીને તેમની સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.
આરોપ છે કે મહિલા ખાસ કરીને એવા પુરુષોને ટાર્ગેટ કરતી હતી જેમનો પરિવાર નાનો હોય. લગ્ન બાદ થોડા જ સમયમાં ઘરેલું હિંસા અને દહેજના આરોપ લગાવી કોર્ટમાં ભરણપોષણની અરજી કરતી હતી. તેણે લુણાવાડા, વડોદરા, સુરેન્દ્રનગર અને સુરતમાં લગ્ન કર્યા હોવાનું કહેવાય છે. તેના બે સંતાનો છે અને તેણે ત્રણ અલગ પતિઓ પાસેથી તેમના ભરણપોષણ માટે પણ અરજીઓ કરી હોવાનો દાવો છે.
હાલમાં તે અમદાવાદના એક વ્યક્તિ સાથે સંબંધમાં હતી, ત્યારે તેણે ફરી મેટ્રિમોનિયલ સાઇટ પર જાહેરાત આપી હતી. આ જાહેરાત જોઈને તેના વર્તમાન પાર્ટનરે તપાસ કરી ત્યારે બીજા એક વ્યક્તિનો પણ સંપર્ક મળી આવ્યો. બંનેએ મળીને મહિલાના ભૂતકાળની તપાસ કરતાં પાંચ લગ્નની વિગતો સામે આવી.
આ મામલે અમદાવાદ કોર્ટમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો છે. પીડિતો મહિલાના પૂર્વ પતિઓનો સંપર્ક કરી રહ્યા છે અને બાર કાઉન્સિલ તેમજ કોર્ટમાં પુરાવા સાથે ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે. કેસની આગામી સુનાવણી જાન્યુઆરીમાં થવાની છે.
આવા કેસોમાં કાયદાના જાણકાર હોવાનો લાભ લઈને છેતરપિંડી કરવાના આરોપ ગંભીર છે અને તે વકીલાત વ્યવસાય પર પણ સવાલ ઉભા કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ