એમજી રોડ પર કાર ચાલકનો આતંક, આરોપી ઝડપાયો
ન્યાય મંદિરથી પાણીગેટ સુધી બેફામ કાર હંકારી 5 વાહનોને અડફેટે લેનાર ધ્રુવ પટેલની ધરપકડ કરી

વડોદરા કાર અકસ્માત

વડોદરા કાર અકસ્માત
વડોદરા શહેરના હાર્દ સમાન એમજી રોડ પર ગઈકાલે મોડી રાત્રે એક હચમચાવનારી ઘટના સામે આવી છે. તહેવારોની સીઝન હોવાથી બજારોમાં ભારે ભીડ હતી, ત્યારે એક કાર ચાલકે પોતાની ગાડી બેફામ રીતે હંકારીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ સમગ્ર મામલે સિટી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી છે.
ભીડભાડ વાળા વિસ્તારમાં સર્જાયો ભયનો માહોલ :
ન્યાય મંદિરથી પાણીગેટ સુધીના માર્ગ પર હાલ તહેવારોની ખરીદીને કારણે લોકોની મોટી અવરજવર રહે છે. ગત રાત્રે આ માર્ગ પર એક કાળા રંગની કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોય તેમ ગાડી પૂરઝડપે દોડાવી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર ચાલક એટલી હદે બેફામ હતો કે તેણે માર્ગમાં આવતા 4 થી 5 વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક એક્ટિવા સવાર મહિલા સહિત કુલ 4 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
CCTV ફૂટેજમાં કેદ થઈ સમગ્ર ઘટના :
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, પાણીગેટ પાસે સૌરાષ્ટ્ર મેડિકલ સ્ટોર નજીક લોકોએ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ચાલકે ઉભા રહેવાને બદલે એક્ટિવા સવારને જોરદાર ટક્કર મારી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દ્રશ્યો જોઈને આસપાસના લોકોમાં ભારે ગભરાટ અને આક્રોશ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસ કાર્યવાહી અને આરોપીની ધરપકડ :
પોલીસે અકસ્માત સ્થળના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકોએ ઉતારેલા વીડિયોના આધારે તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કાર ચાલકનું નામ ધ્રુવકુમાર હર્ષદભાઇ પટેલ છે, જે સયાજીપુરા વિસ્તારનો રહેવાસી છે. પોલીસે 29 વર્ષીય ધ્રુવ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે અકસ્માત સમયે આરોપી નશાની હાલતમાં હતો કે કેમ.
વડોદરામાં અવારનવાર બનતી હિટ એન્ડ રનની ઘટનાઓને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે આવા બેજવાબદાર વાહન ચાલકો સામે કડકમાં કડક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.