અમદાવાદમાં બ્રિજ બન્યા જોખમી: દધિચી બ્રિજમાં તિરાડ
સુભાષ બ્રિજ અને ઇન્કમટેક્સ બાદ હવે દધિચી બ્રિજમાં દેખાયા સળિયા, વાહનચાલકોમાં ભારે ફફડાટ

દધિચી બ્રિજ

દધિચી બ્રિજ
અમદાવાદના વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના સળિયા દેખાયા: દધિચી બ્રિજની હાલત પણ બિસમાર
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા બ્રિજ એક પછી એક જોખમી બની રહ્યા છે. સુભાષ બ્રિજ અને ઇન્કમટેક્સ ફ્લાયઓવર બાદ હવે સાબરમતી નદી પર આવેલા દધિચી બ્રિજની સ્થિતિ પણ દયનીય જોવા મળી રહી છે. આ બ્રિજના મધ્ય ભાગમાં લોખંડના સળિયા ખુલ્લા થઈ જતાં વાહનચાલકોની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.
દધિચી બ્રિજમાં ખામી અને મુસાફરોનો ભય :
સુભાષ બ્રિજ બંધ હોવાને કારણે મોટાભાગનો ટ્રાફિક હાલ દધિચી બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પશ્ચિમ અમદાવાદથી જૂના અમદાવાદ તરફ જવા માટે આ મુખ્ય કડી છે. ત્યારે બ્રિજની સપાટી પરથી સિમેન્ટ ઉખડી જતાં અને લોખંડના સળિયા બહાર આવી જતાં ગમે ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો અને વાહનચાલકો આ મામલે તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે.
સુભાષ બ્રિજ તોડીને નવો બનાવાશે :
ઉલ્લેખનીય છે કે, 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના સ્પાનમાં ગાબડાં પડતા તેને તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવાયો છે. એએમસીના સત્તાધીશો અને એન્જિનિયરિંગ એજન્સીઓના રિપોર્ટ બાદ આ બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડી પાડીને નવા પિલર સાથે આધુનિક બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
માત્ર 6 વર્ષમાં ઇન્કમટેક્સ બ્રિજ પણ લથડ્યો :
ચોંકાવનારી વાત એ છે કે, માત્ર 6 વર્ષ પહેલાં બનેલા ઇન્કમટેક્સ ફ્લાયઓવરના જોઈન્ટ્સ પણ ખુલી ગયા છે. એક્સપાન્શન જોઈન્ટ્સ ખુલ્લા થઈ જવાથી અને બોલ્ટ બહાર નીકળી આવવાથી અહીં કિલર બમ્પ જેવી સ્થિતિ સર્જાઈ છે. પંચર અને અકસ્માતના જોખમને લીધે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર દધિચી બ્રિજનું સમારકામ ક્યારે હાથ ધરે છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.