બુટલેગરોની નવી તરકીબ: 'ચોરખાના'માં દારૂ ઝડપાયો
SMC અને કરજણ પોલીસની મોટી રેડ; દારૂની હેરાફેરીની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ

બુટલેગરોની નવી તરકીબ

બુટલેગરોની નવી તરકીબ
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે રાજ્ય પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. વડોદરાના કરજણ અને ભાવનગરના મહુવા તાલુકામાં પોલીસે અલગ-અલગ દરોડા પાડીને કરોડો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે.
બુટલેગરો દ્વારા દારૂ છુપાવવા માટે અપનાવવામાં આવેલી હાઈટેક 'મોડસ ઓપરેન્ડી' જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
કરજણ: ટેમ્પોના તળિયે 'ચોરખાનું'
વડોદરા ગ્રામ્ય પોલીસના ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ કરજણ પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચથી વડોદરા તરફ જઈ રહેલા એક ટાટા 407 ટેમ્પોને પોલીસે અટકાવ્યો હતો. ઉપરથી ખાલી દેખાતા આ ટેમ્પોની જ્યારે ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે તેના પાછળના ભાગે તળિયામાં એક ગુપ્ત 'ચોરખાનું' મળી આવ્યું હતું.
આ ખાનામાંથી પોલીસે વિદેશી દારૂ અને બીયરના 1704 નંગ ટીન ઝડપી પાડ્યા હતા. આ મામલે મધ્યપ્રદેશના ગબ્બર બનજારા અને વડોદરા સ્થિત મહેન્દ્ર યાદવની ધરપકડ કરી કુલ ₹6.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
મહુવા: ટ્રકમાંથી દારૂ મળ્યો
બીજી તરફ, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ ભાવનગરના મહુવા તાલુકાના ભાદ્રેડ નજીક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક શંકાસ્પદ ટ્રકને આંતરીને તપાસ કરતા તેમાંથી ₹78 લાખની કિંમતની વિદેશી દારૂની 16,414 બોટલો મળી આવી હતી.
SMC એ ટ્રક અને દારૂ સહિત કુલ ₹1.03 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરાઈ છે.
તાજેતરના આ દરોડાઓ દર્શાવે છે કે પોલીસની ભીંસ વધતા બુટલેગરો હવે વાહનોમાં ખાસ ખાના બનાવીને દારૂની હેરાફેરી કરી રહ્યા છે. વ
ડોદરા ગ્રામ્ય LCB અને SMC દ્વારા સતત કરવામાં આવી રહેલી રેડને કારણે દારૂના નેટવર્ક પર મોટો પ્રહાર થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.