ગુજરાતમાં બુટલેગરો બેખૌફ: દારૂ ભરેલી કારનો પીછો કરતા માર્ગ અકસ્માતમાં PSIનું મોત
પાટડી દસાડા તરફ જતા માર્ગ પર પોલીસ કારને નડ્યો અકસ્માત

બુટલેગરને પકડવા જતા પોલીસ કારને અકસ્માત

બુટલેગરને પકડવા જતા પોલીસ કારને અકસ્માત
સુરેન્દ્રનગરના દસાડા-પાટડી રોડ ઉપર કઠાડા ગામ નજીક સોમવારે રાત્રે દારૂ ભરેલી કારને રોકવા જતાં થયેલા અકસ્માતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે.એમ.પઠાણનું મોત થયુ છે. જ્યારે બે કોન્સ્ટેબલને ઈજાઓ થતાં વિરમગામની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દસાડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી એસએમસીએ અકસ્માત કરનાર વાહન અને દારૂની હેરાફેરી કરનાર બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના પી.એસ.આઇ જે.એમ.પઠાણને બાતમી મળી હતી કે દારૂ ભરેલી ક્રેટા કાર દસાડા-પાટડી રોડ ઉપર નીકળવાની છે. તેથી ટીમ સાથે તેઓ સોમવારે રાત્રે 2:30 વાગ્યા આસપાસ દારૂ ભરેલી કારને પકડવા વોચ ગોઠવી હતી. તે સમયે શંકાસ્પદ ક્રેટા કાર નીકળતા પીએસઆઈ પઠાણ સહિતની ટીમે કારનો પીછો કર્યો હતો. દસાડા-પાટડી રોડ ઉપર પીછો કરતાં સમયે અજાણ્યા ટ્રક ચાલકે તેમની કારને અડફેટે લઈને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં પીએસઆઇ જે.એમ.પઠાણનું ઘટનાસ્થળે મોત થયુ હતું. જ્યારે દિનેશ રાવત અને કૃષ્ણદેવસિંહ જાડેજા નામના બે કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકોએ દોડી આવી ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને બહાર કાઢી દસાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપીને વિરમગામની સરકારી હોસ્પિટલમાં રિફર કરાયા હતા.
દારૂ ભરેલી કાર રાજસ્થાન તરફથી આવીને સુરેન્દ્રનગર તરફ જઈ રહી હોવાની એસએમસીને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પીએસઆઈ જે.એમ.પઠાણ ટીમ સાથે ફોર્ચ્યુનર કાર લઈને દસાડા પહોંચ્યા હતા. જ્યારે કઠાડા ગામ નજીક કારની વોચ ગોઠવી હતી. તે સમયે ઉપરોક્ત ઘટના બની હતી.
એસએમસીના વડા નિર્લિપ્ત રાયે જણાવ્યુ હતુ કે અકસ્માત સંદર્ભે દસાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને દારૂ ભરેલી કાર અને અકસ્માત કરનાર ટ્રેલર અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ સંદર્ભે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ પણ રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને દારૂબંધી અંગે સવાલ ઉઠાવ્યા છે.
મહત્વપૂર્ણ છે કે, દારૂ ભરેલી કાર રોકવા જતાં બુટલેગરે અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનના એએસઆઈ બળદેવ નીનામા ઉપર કાર ચડાવી દેતા તેમનું મોત થયુ હતુ. જ્યારે 10 વર્ષ અગાઉ અરવલ્લીના શામળાજીના રૂદરડી પાસે નાકાબંદી કરીને ઉભા રહેલા શામળાજી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અર્જુનસિંહ વાળા ઉપર બુટલેગરે કાર ચડાવી દેતાં પીએસઆઈનું 17 દિવસની સારવાર બાદ મોત થયુ હતુ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ