ભાજપના સાંસદની પોલીસ તંત્ર સામે નારાજગીઃ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લખ્યો પત્ર
બુટલેગરોને છાવરી નિર્દોષ લોકો ઉપર જુલમ ગુજારવાનો આક્ષેપ, કાર્યવાહીની માંગ

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પરેશાન કરાતા હોવાની રજૂઆત

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પરેશાન કરાતા હોવાની રજૂઆત
ભરૂચ લોકસભાના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ તંત્ર સામે ફરી નારાજગી વ્યક્ત કરી છે. એક સપ્તાહ અગાઉ શિક્ષણ તંત્ર સામે નારાજગી વ્યક્ત કર્યા બાદ હવે પોલીસ તંત્ર સામે બગડ્યાં છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી પોલીસ તંત્ર સામેની નારાજગી વ્યક્ત કરી છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં પોલીસ અધિકારીઓ બુટલેગરોને છાવરી, નિર્દોષ લોકો ઉપર અંગ્રેજોને પણ શરમાવે તેવો જુલમ ગુજારતા હોવાનો આક્ષેપ કર્યો છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે પ્રોહિબિશનનો ખોટો કેસ કરીને ફસાવવાનો પ્રયાસ કરનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.
સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યુ છે કે, ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પરમારે બે મહિના પહેલા નિકોરા ગામમાં જિલ્લા પંચાયતના સદસ્ય ભાવનાબેન વસાવાના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. ત્યારબાદ 7 ફેબ્રુઆરી 2025ના રોજ ફરીથી ઘરમાં ઘૂસીને ચેકિંગ કર્યુ હતુ. સ્ટાફ સાથે ચેકિંગ દરમિયાન તિજોરી ખોલાવીને ભાવનાબેનના પિતા રામજી વસાવા અને માતા ચંપાબેનને કહ્યુ હતુ કે, “તમે ઈગ્લિંશ દારૂનો વેપાર કરો છો. ભાવનાબેનના માતા-પિતાએ કહ્યુ કે 16 ફેબ્રુઆરીના રોજ અમારે ત્યાં લગ્ન પ્રસંગ છે. બધા મહેમાનો આવેલા છે અને વડીલો પણ બેઠેલા છે. અમને આ રીતે બેઆબરૂ ન કરો. તમે ઘરમાં ચેકિંગ કરવા છતાં તમને દારૂ મળ્યો નથી“
ત્યારબાદ પોલીસ અધિકારીઓ નર્મદા નદીના કિનારે જઈ માછીમારી કરવાની નાવ અને જાળીની તોડફોડ કરી રવાના થઈ ગયા હતા. ત્યાંથી તેઓ અંગારેશ્વર ગામમાં ગયા હતા. જ્યાં સરપંચના ઘરમાં તોડફોડ કરી આજુબાજુના ઘરોમાંથી લાવેલો દેશી દારૂ સરપંચના ઘરમાં મૂકીને સરપંચને પ્રોહિબિશનના કેસમાં ફીટ કરી દેવા માગતા હોવાનો સાંસદે આક્ષેપ કર્યો છે.
આવી ઘટના નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનની બની હોવાનો સાંસદે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. આમલેથા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ઢોલાર ગામના તાલુકા પંચાયતના સભ્યો, સામાજીક ન્યાય સમિતિના પૂર્વ અધ્યક્ષ હિતેષ વસાવા અને તેમના પત્ની સુધાબેન જેઓ ઢોલાર ગામના સરપંચ છે. તેઓની સાથે પોલીસે રીઢા ગુનેગાર જેવો વ્યવહાર કર્યાનો આક્ષેપ કરાયો છે. હિતેષભાઈ પ્રયાગરાજ કુંભમેળામાં ગયા ત્યારે ગામના કેટલાક લોકોએ પંચાયતના દાખલાની માગણી કરી ત્યારે સરપંચે આરએફઓને પૂછ્યાં વગર દાખલો આપવાની ના કહી છે તેમ જણાવ્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેથી ગામના લોકો અને સરપંચ વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાવાળાએ આમલેથા પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં પોલીસે કોઈપણ તપાસ કર્યા વગર કે ગુનો નોંધ્યા વગર અરજીના આધારે હિતેષ વસાવા અને તેમના ભાઈને કસ્ટડીમાં પૂરી દીધા હતા.
સાંસદ મનસુખ વસાવાએ બંને ઘટનાનો પત્રમાં ઉલ્લેખ કરી આવો જુલમ અંગ્રેજાના શાસનમાં પણ નહોતો તેમજ રાજા, ભુરીયા જેવા મોટા અડ્ડાવાળા બુટલેગરોને પોલીસ છાવરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે નિર્દોષ લોકો ઉપર ત્રાસ ગુજરાતો હોવાથી બંને પોલીસ અધિકારીઓ સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની સાંસદે માંગ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.