સુરતના ડિંડોલીમાં લગ્નપ્રસંગમાં ફાયરિંગ કરનારા ભાજપના કાર્યકરનો પોલીસે વરઘોડો કાઢ્યો
કમરના ભાગે રિવોલ્વર સરખી કરવા જતાં ભુલથી ફાયરિંગ થયું હોવાનો બચાવ

સુરતના ડિંડોલીમાં લગ્નપ્રસંગમાં ફાયરિંગ કરનારા ભાજપના કાર્યકરનો પોલીસે વરઘોડો કાઢ્યો

સુરતના ડિંડોલીમાં લગ્નપ્રસંગમાં ફાયરિંગ કરનારા ભાજપના કાર્યકરનો પોલીસે વરઘોડો કાઢ્યો
સુરતમાં ડિંડોલી વિસ્તારના લગ્નપ્રસંગ દરમિયાન થયેલા ફાયરિંગ મામલામાં સુરત પોલીસે સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઊમેશ તિવારી નામના એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આજે તેનો વરઘોડો કાઢ્યો હતો.
સુરતના ડિંડોલી વિસ્તારમાં લગ્નપ્રસંગ દરમિયાન થયેલા ફાયરિંગની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. સુરત પોલીસે આ મામલે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરુ થઇ હતી જેમાં શહેર ભાજપના કાર્યકર્તા ઉમેશ તિવારીની સંડોવણી જણાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
શરુઆતમાં પોલીસ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ સીસીટીવી દ્રશ્યોના આધારે તપાસ શરૂ થઈ અને પોલીસના સૂર બદલાયા હતા. ઊમેશ તિવારી એ આ મામલાની તપાસ દરમિયાન પોતાનું નિવેદન આપતાં જણાવ્યું કે,કમરના ભાગે રિવોલ્વર સરખું કરવા જતા તેનાથી ભુલવશ ફાયરિંગ થઈ ગયું હતું. આ બનાવમાં ૨ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને આ મામલે ઊમેશ તિવારીની ધરપકડ કરવામાં આવી છે.
દરમિયાન આજે ફાયરિંગ કરનાર ઉમેશ તિવારીનો પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરવામાં આવી હતી અને કઈ રીતે ફાયરિંગ કર્યું તેનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ