ભાજપ શાસિત મહાનગરપાલિકાની ભાજપના ધારાસભ્યએ પોલ ખોલી
વરસાદી પાણીના નિકાલની સમસ્યા અને બાંકડા સમયસર નહિ પહોંચતા અમિત ઠાકરે તંત્રને આડે હાથ લીધું

બજેટ ફાળવાયુ હોવા છતાં કામગીરી નહિ કરતા ધારાસભ્યએ પોતાનો રોષ ઠાલવ્યો

બજેટ ફાળવાયુ હોવા છતાં કામગીરી નહિ કરતા ધારાસભ્યએ પોતાનો રોષ ઠાલવ્યો
મહાનગરપાલિકા એ ભાજપ શાસિત છે પણ તેમાં પણ કામગીરી ધીમી હોવાની ફરિયાદ પણ પોતે ભાજપના જ ધારા સભ્ય દ્વારા કરવામાં આવે છે.
વેજલપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિમાં વેજલપુર બુટ ભવાની મંદિર પાસે બની રહેલા ઓવરબ્રિજની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ થાય છે.કામ બે વર્ષ મોડું થયુ છે, જેના કારણે ટ્રાફિક વધારે થાય છે. જીવરાજ પાર્ક અને વેજલપુર વિસ્તારના નાગરિકોને મુશ્કેલી પડતી હોવાથી આ બ્રિજની કામગીરી ઝડપી કરી અને પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે.સંકલન સમિતિની બેઠકમાં ભાજપના ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવ્યા પછી પણ તેમના મતવિસ્તારમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા સમયસર બાંકડા પહોંચાડવામાં નહીં આવતા હોવાની રજૂઆત કરી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર સપ્લાય અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મકરબા હેડ ક્વાર્ટરથી બુટ ભવાની મંદિર સુધી વરસાદી પાણીના નિકાલ માટે લાઈન નાખવાની મંજૂરી આપી હતી. ધારાસભ્યે જણવ્યા પ્રમાણે નવી લાઇન નાખવા માટે સરકારમાંથી ગ્રાન્ટ લાવવામાં આવી હતી, પરંતુ ટેન્ડરની પ્રક્રિયા ધીમી છે અને હજી સુધી કામગીરી પણ શરૂ નહીં થઈ હોવાને કારણે પણ ધારાસભ્ય એ ઉગ્રતાથી રજૂઆત કરી હતી. આવનાર ચોમાસા સુધી હવે આ કામગીરી પૂરી નહીં થાય અને વેજલપુરના નાગરિકોને વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો સામનો કરવો જ પડશે. કામગીરી ઝડપીમાં ઝડપી શરૂ કરવા માટેની પણ માંગણી કરવામાં આવી હતી.
સરદાર પટેલ રિંગરોડ પર શાંતિપુરા સર્કલ પાસેના વિસ્તારોમાં હજી પણ ગટરના પાણી ઉભરાવાની સમસ્યા થઈ રહી છે. આ સમસ્યાનો નિકાલ લાવવાની કામગીરી પણ ખૂબ જ ધીમી થઈ રહી છે. કામ ઝડપીથી પૂરું થાય એના માટે કમિશનર સાથે રાઉન્ડ લઈ અને કામગીરી ઝડપી પૂર્ણ કરવા કહ્યું હતું.
ધારાસભ્યના કીધા બાદ પણ જો કોર્પોરેશનમાં આ ગતિએ કામ થતું હોય તો શહેરના સામાન્ય નાગરીક દ્વારા કરવામાં આવતી સમસ્યાની રજુઆતોનું શું થતું હશે એ વિચારવાનું રહ્યું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.