RTI માં મિલકતોની માહિતી ન આપવા ભાજપના ધારાસભ્યની રજૂઆત
સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ સરકારી વિભાગોમાં RTIનો દુરૂપયોગ રોકવા કરી માગ

આરટીઆઈ મળ્યા બાદ અધિકારીઓ અને બાંધકામ કરનાર વ્યક્તિઓને પરેશાન કરવામાં આવે છે...

આરટીઆઈ મળ્યા બાદ અધિકારીઓ અને બાંધકામ કરનાર વ્યક્તિઓને પરેશાન કરવામાં આવે છે...
સુરેશ વણોલ, અમદાવાદ
સરકારી વિભાગોમાં RTI હેઠળ મિલકતોની માહિતી માગીને કેટલાંક લોકો બ્લેકમેઈલિંગ કરી નાણા પડાવતા હોવાથી મિલકતોની માહિતી નહી આપવા ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તેઓએ RTIનો દુરૂપયોગ રોકવા માગ કરી છે. હાલમાં RTIનો ઉપયોગ માત્ર સામેવાળા વ્યક્તિને પરેશાન કરવા માટે થઈ રહ્યો હોવાનો રાણાએ આક્ષેપ કર્યો છે.
સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખી આરટીઆઈનો દુરૂપયોગ રોકવા માગણી કરી છે. તેમણે પત્રમાં આક્ષેપ કર્યો છે કે, કેટલાક લોકો માત્ર માહિતી અધિકાર કાયદો(RTI)નો ઉપયોગ કરી રૂપિયા કમાતા હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. સરકારી મિલકતો ઉપરાંત ખાનગી મિલકતો ઉપર તોડબાજ માનસિકતા ધરાવતા લોકો નજર રાખીને બેઠા હોય છે. મકાનો કે કોઈપણ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવતા હોય ત્યારે કેટલાક લોકો આરટીઆઇ હેઠળ ડોક્યુમેન્ટની માંગણી કરતા હોય છે.
આરટીઆઈ મળ્યા બાદ અધિકારીઓ અને બાંધકામ કરનાર વ્યક્તિઓને પરેશાન કરવામાં આવે છે. તેમને બ્લેકમેલિંગ કરી કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવતી હોય છે. આ મુશ્કેલી માત્ર સુરત કે ગુજરાત પૂરતી સીમિત નથી. પરંતુ સમગ્ર દેશમાં આ પ્રકારનો દુરૂપયોગ થતો હોવાથી તેના ઉપર રોક લગાવવી જરૂરી છે.
ધારાસભ્ય અરવિંદ રાણાએ પત્રમાં જણાવ્યુ છે કે, મહારાષ્ટ્રમાં માહિતી આયોગ દ્વારા ખાનગી મિલકતો અંગેના RTI એક્ટ હેઠળ જે પણ માહિતી માંગવામાં આવતી હોય છે તેને ન આપવા માટેનો પરિપત્ર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની માફક ગુજરાતમાં પણ ખાનગી મિલકતોમાં થતા બાંધકામ અંગેની માહિતી કે કોઈપણ ખાનગી મિલકતની માહિતી ન આપવા પરિપત્ર કરવો જોઈએ. જેથી કરીને બ્લેકમેઈલિંગ કરનારા લોકોથી બચી શકાય.
તેમણે ઉમેર્યુ છે કે, કેટલાક લોકો આરટીઆઈનો દુરૂપયોગ કરીને માત્ર બ્લેકમેઈલિંગ કરી રહ્યા હોવાની મને માહિતી મળતાં મુખ્યમંત્રીને પત્ર લખી મહારાષ્ટ્રના માહિતી આયોગ જેવો પરિપત્ર જારી કરવાનો નિર્ણય કરવા રજૂઆત કરી છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે. આરટીઆઈ કાર્યકરોનો હેતુ અને ઉદ્દેશ્ય જાણવો જરૂરી છે.
સુરત મહાનગરપાલિકા કે સરકારી વિભાગમાં આરટીઆઈ કરતા લોકોએ પોતાનું નેટવર્ક બનાવ્યું છે. આવા આરટીઆઈ કરતાં લોકો પર ગૃહ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી રાણાએ પત્રમાં માંગ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.