ટ્રમ્પના 26 ટકા ટેરિફને લઇ મોટા સમાચાર! ગુજરાતના ઉદ્યોગોને થશે નોંધપાત્ર અસર
ટેક્સટાઈલ, કાપડ, ડાયમંડ, ઈલેક્ટ્રોનિક્સ, આઈટી, ઓટોમોબાઈલ્સ અને કૃષિ ઉદ્યોગને નુકસાન

કેમિકલ સહિતના ઉદ્યોગો ટેરિફથી થશે પ્રભાવિત, 80 હજાર કરોડની નિકાસને થશે અસર

કેમિકલ સહિતના ઉદ્યોગો ટેરિફથી થશે પ્રભાવિત, 80 હજાર કરોડની નિકાસને થશે અસર
અમેરિકાની ટ્રમ્પ સરકારે ભારત ઉપર 26 ટકા ટેરિફ લગાવ્યો છે. ટ્રમ્પના ટેરિફને લઈ ગુજરાતના ઉદ્યોગોને નોંધપાત્ર અસર થાય તેમ છે. ગુજરાતના ઉદ્યોગકારોએ ટેરિફની અસરોને લઈ સમીક્ષા શરૂ કરી છે. ગુજરાતના ટેક્સટાઈલ, ડાયમંડ, કાપડ, ઈલેક્ટ્રોનિક્સ, આઈટી, ઓટોમોબાઈલ્સ, કૃષિ, ફાર્મા અને કેમિકલ સહિતના ઉદ્યોગોને મોટું નુકસાન થવાની શક્યતા છે. ટ્રમ્પે લગાવેલા ટેરિફથી ગુજરાતની નિકાસને એક અંદાજ પ્રમાણે 80 હજાર કરોડનું નુકસાન થવાની સંભાવના છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલના રોજ ભારત સહિત અન્ય દેશો પર 26 ટકા "રેસિપ્રોકલ ટેરિફ" લાગુ કર્યો છે. અમેરિકાના વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ)ને ઘટાડવાનો અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ટેરિફ લગાવાયો હોવાનો દાવા કરાયો છે. ભારત પર ટેરિફની નોંધપાત્ર અસર રહેશે. ટેરિફથી ભારતની નિકાસમાં 2 બિલિયનથી 7 બિલિયન ડોલર સુધીનું નુકસાન થઈ શકે છે. જેના કારણે ભારતના GDP વૃદ્ધિ દરમાં 5-10 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે.
ભારત ઉપર પહેલા ઝીરો ટકા ટેરિફ હતું. 26 ટકા ટેરિફ લાગવાથી સુરતના કાપડ ઉદ્યોગ પર અસર જોવા મળશે. અમેરિકાનું બજાર આયાત પર નિર્ભર કરે છે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 9 એપ્રિલ 2025થી ભારત સહિત અલગ અલગ દેશો પર રેસિપ્રોકલ ટેરિફનો અમલ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતના પગલે ભારતથી અમેરિકામાં વિવિધ ગુડ્સ પર 27 ટકા વધારાનો ટેરિફ મૂકવામાં આવશે. રેસિપ્રોકલ ટેરિફ અંગેના આદેશ અનુસાર ટેરિફ યુએસ તરફથી વેપાર સંતુલનને જાળવવા માટે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન નહીં થાય ત્યાં સુધી લાગુ રહેશે.
ભારત અને અમેરિકા વચ્ચે વર્ષ 2024માં કુલ 129.2 બિલિયન ડોલરનો વેપાર થયો હતો. તેમાંથી અમેરિકાએ ભારતમાં 41.8 બિલિયન ડોલરની આયાત કરી હતી. જ્યારે ભારતે 87.4 બિલિયન ડોલરની નિકાસ કરી હતી. તેથી અમેરિકા માટે 41.8 બિલિયન ડોલરનો વેપાર ચિંતાનો વિષય બન્યો છે.
કાપડ ઉદ્યોગકાર પ્રમોદ ચૌધરીએ જણાવ્યું કે સુરતથી બાંગ્લાદેશ, કોલંબિયા, મોરક્કો, વિયેતનામમાં કાપડ નિકાસ કરવામાં આવે છે. આ દેશોમાં અત્યાર સુધી શૂન્ય ટકા ટેરિફ હતું. આ દેશોમાં હવે ટેરિફ લાગતાં સુરતના કાપડ ઉદ્યોગ પર અસર જોવા મળશે. ટેરિફના કારણે અમેરિકામાં આયાત અને નિકાસ ઉપર અસર થશે. અમેરિકા ટેરિફ લાગુ કરવાથી ટેક્સટાઇલ ઉદ્યોગને નોંધપાત્ર અસર થશે.
ગુજરાતના ક્યાં ઉદ્યોગોને થશે અસર?
ગુજરાતનો ટેક્સટાઇલ ઉદ્યોગ 9.6 બિલિયન ડોલરની નિકાસ કરે છે. તેમાંથી 58 ટકા નિકાસ અમેરિકામાં થાય છે. ઇલેકટ્રોનિક્સમાં 14 બિલિયન ડોલરની નિકાસ છે, તેમાં માંગ ઘટવાની શક્યતા છે. રત્ન અને આભૂષણમાં 9.6 બિલિયન ડોલરની નિકાસ છે. તેમાં પણ ડાયમંડ ઉદ્યોગનું મોટું માર્કેટ છે. આઇટી ઉદ્યોગ પર તેની ખાસ અસર થતાં શેરોમાં 5 ટકાનો ઘટાડો થયો છે. ઓટોમોબાઈલ્સ ઉદ્યોગમાં ઓટો પાર્ટ્સ પર 25 ટકા ઉપરાંત ટેરિફ લાગતાં નોંધપાત્ર અસર થશે. કૃષિ અને મરીન ઉદ્યોગમાં ઝીંગા, માછલી, પ્રોસેસ્ડ ફૂડ પણ અસર થશે. તેનું 2.58 બિલિયન ડોલર માર્કેટ છે. કેમિકલ્સ ઉદ્યોગની નિકાસમાં પણ ઘટાડો થશે.
ટેરિફ કેવી રીતે કામ કરે છે?
રેસિપ્રોકલ ટેરિફ એટલે કે જે દેશ અમેરિકન ઉત્પાદનો પર ઉંચા ટેરિફ લગાવે છે. તેની સામે અમેરિકા પણ તે જ દેશના ઉત્પાદનો પર સમાન અથવા અડધા દરે ટેરિફ લગાવે છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, ભારત અમેરિકન માલ પર 52 ટકા ટેરિફ લગાવે છે. જેના જવાબમાં અમેરિકાએ ભારતીય માલ પર 26 ટકા ટેરિફ લગાવવાનું નક્કી કર્યું છે. આ ટેરિફ 5 એપ્રિલ, 2025થી 10 ટકાના બેઝલાઇન રેટથી શરૂ થશે અને 9 એપ્રિલ, 2025થી 26 ટકાના દરે લાગુ થશે. ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડકટર્સ અને ઊર્જા ઉત્પાદનો જેવા કેટલાક ક્ષેત્રોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ટેરિફથી ગુજરાતની રૂપિયા 80 હજાર કરોડની નિકાસને અસર
ડોનાલ્ડ ટૂમ્પે ભારત પર 26 ટકા ટેરિફ ઝીંક્યો છે. જેના કારણે ગુજરાતના ઉદ્યોગો દ્વારા અમેરિકામાં થતી રૂપિયા 80 હજાર કરોડ ઉપરાંતની નિકાસને અસર થશે. ટેરિફના કારણે અમેરિકામાં પણ વસ્તુઓ મોંઘી થશે. ગુજરાતમાંથી 2 હજાર કરતં વધુ પ્રોડ્કટસની અલગ અલગ દેશોમાં રૂપિયા 11 લાખ કરોડની નિકાસ કરવામાં આવે છે.
અમેરિકામાં સૌથી વધુ ફાર્માસ્યુટિકલ પ્રોડકટસની નિકાસ
ગુજરાતના બંદરો પરથી અમેરિકામાં વિવિધ પ્રોડક્ટસની નિકાસ થાય છે. તેમાં સૌથી વધુ ફાર્માસ્યુટિકલ પ્રોડકટસની નિકાસ થાય છે. ત્રીજા ક્રમે ડાયમંડ આધારિત જ્વેલરીની નિકાસ થાય છે. અમેરિકન પ્રમુખે કરેલી જાહેરાત પ્રમાણે ફાર્માસ્યુટિકલ્સ, સેમી કન્ડકટર્સ, કોપર અને એનર્જી પ્રોડ્કટસ પર શૂન્ય ટકા અને બાકીની પ્રોડક્ટ્સ પર 27 ટકા ટેરિફ લાગશે. ગુજરાતમાંથી સૌથી વધુ નિકાસ થતી પેટ્રોકેમિકલ્સ પ્રોડક્ટ પર અને ફાર્માસ્યુટિકલ પ્રોડકટસ ટેરિફમાંથી બાકાત રહી શકી છે.
ગુજરાતમાંથી રૂપિયા 1.12 લાખ કરોડની નિકાસ
વર્ષ 2024-25ના નાણાકીય વર્ષમાં એપ્રિલથી જાન્યુઆરી સુધીમાં ગુજરાતના વિવિધ બંદરો પરથી 25 હજાર કરોડ રૂપિયાની પેટ્રોકેમિકલ અને 10 હજાર કરોડ રૂપિયાની ફાર્મા પ્રોડક્ટ્સ અમેરિકામાં નિકાસ થઈ ચૂકી છે. અત્યાર સુધી ગુજરાતમાંથી થયેલી નિકાસનો આંકડો રૂપિયા 1.12 લાખ કરોડે પહોંચ્યો છે.
ગુજરાતમાં દવાઓના 3 હજાર કરતાં વધુ પ્લાન્ટ
અમેરિકામાં થતી નિકાસમાં ગુજરાતની ફાર્મા કંપનીઓનો વિશેષ ફાળો છે.વડોદરામાં 15 જેટલા પ્લાન્ટમાં બનતી દવાઓ અમેરિકામાં નિકાસ થાય છે. અમેરિકામાં ભારત 12 અબજ ડોલરની દવાઓ નિકાસ કરે છે. તેમાં ગુજરાતનો 3 થી 4 અબજ ડોલરનો ફાળો છે. ગુજરાતમાં દવાઓના 3 હજાર પ્લાન્ટ્સ છે. અમેરિકામાં વેચાતી 45 ટકા જેનેરિક દવાઓ ભારતમાં બનેલી હોય છે. હાલમાં અમેરિકાએ ફાર્મા પ્રોડકટસને ટેરિફમાંથી બાકાત રાખી છે પરંતુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દવાઓ ઉપર પણ ટેરિફ નાખવાની વાત કરી હોવાથી ફાર્મા ઉદ્યોગોનું ટેન્શન પણ વધ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.