ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની મોટી આગાહી
ઉત્તર ભારતમાં શીતલહેરની અસર: નલિયા 10.3 ડિગ્રી સાથે ઠંડુગાર, 22 જાન્યુઆરીથી વાતાવરણ પલટાશે

હવામાન આગાહી

હવામાન આગાહી
સમગ્ર ઉત્તર ભારતમાં હાલ ગાઢ ધુમ્મસ અને બર્ફીલા પવનોનો કહેર વર્તાઈ રહ્યો છે, જેની સીધી અસર હવે ગુજરાત પર પણ જોવા મળી રહી છે. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં પવનોની દિશા બદલાતા ઠંડીનું જોર વધવાની સાથે માવઠાની પણ શક્યતા સેવાઈ રહી છે.
નલિયામાં લઘુત્તમ તાપમાન 10.3 ડિગ્રી નોંધાયું :
રાજ્યમાં ઠંડીના આંકડા પર નજર કરીએ તો કચ્છનું નલિયા 10.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ ઉપરાંત અમરેલીમાં 10.8, ગાંધીનગરમાં 12.6 અને અમદાવાદમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 23મી જાન્યુઆરી સુધી રાજ્યમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની માવઠાની આગાહી :
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. સાબરકાંઠા અને મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાંની શક્યતા છે.
ખેડૂતો માટે ચિંતાના સમાચાર :
જાન્યુઆરીના અંતમાં સંભવિત માવઠાના કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને જીરું, વરિયાળી અને ઘઉંના પાકને લઈને ખેડૂતો ચિંતિત છે. આગાહી મુજબ 22 થી 26 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે, જેની અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જોવા મળશે. ફેબ્રુઆરી મહિનામાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.