સવાર સવારમાં ભુક્કા કાઢી નાખ્યા!, જોત જોતામાં આખુ અમદાવાદ પાણી પાણી
ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ

અમદાવાદમાં ઠેર ઠેર વરસાદ

અમદાવાદમાં ઠેર ઠેર વરસાદ
અમદાવાદમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ પડી હર્યો છે. ચોમાસાની વિદાય બાદ પણ હજી જાણે જોરદાર ચોમાસું જામ્યું હોય તેમ આકાશમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાપુર, થલતેજ, ઇસ્કોન, એસજી હાઇવે, મેમનગર, ગુરુકુળ, બોપલ, શીલજ, ઘુમા, સિંધુભવન રોડ પર ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના રાણીપ, ન્યુ રાણીપ, ગોતા, ચાંદલોડિયા, જગતપુર, ચાંદખેડા, સુભાષબ્રિજ, વાડજ, નવા વાડજ, ઉસ્માનપુરા, આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો છે.
સૌથી વધુ વરસાદ એસજી હાઇવે, ગોતા, સાયન્સસિટી, સોલા, ઓગણજ, એસપી રીંગ રોડ, જોધપુર, સેટેલાઈટ, શિવરંજની, આનંદનગર, પ્રહલાદનગરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે બોડકદેવ, વસ્ત્રાપુર, બોપલ, ઘુમા, શીલજ, થલતેજ, શ્યામલ સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પાલડી, વાસણા, આશ્રમરોડ, ઉસ્માનપુરા, નવાવાડજ, રાણીપ, ચાંદખેડ, જગતપૂર, ન્યુ રાણીપ, નરોડા, કોતરપુર, સરદારનગર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.શહેરમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદના કારણે એસપી રિંગ રોડ પર વકીલ સાહેબ બ્રિજ પાસે એક ખાનગી કન્સ્ટ્રક્શન સાઈટ પર બનાવેલો પતરાનો શેડ પવનના કારણે ધરાશાયી થઈ ગયો હતો.
ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જિલ્લાઓમાં વરસાદે ઉભા પાકનો વિનાશ વેર્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારથી જ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવા સહિત કેટલાક વિસ્તારમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પરંતુ વીજળીના ચમકારાથી ભરનિંદ્રામાં રહેલા લોકો જાગી ગયા હતા.
મહત્વનું છે કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે જે વાવાઝોડામાં પરિવર્તિત થવા જઈ રહ્યું છે. પરંતુ હાલમાં ગુજરાત ઉપર આ વાવાઝોડાની અસર વર્તાશે તેની શક્યતા નહીંવત પ્રમાણમાં જણાઇ રહી છે. પરંતુ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જે વરસાદ વરસ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા તેનું મુખ્ય કારણ છે કે, જમીનના સ્તરથી ખૂબ જ નજીકની ઊંચાઈ ઉપર આ એક્ટિવિટી થઈ રહી છે તેને કારણે તેનો અવાજ અને તેની તીવ્રતા વધી જતી હોય છે.
દેશમાં 14 ઓક્ટોબરે નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ગઈ છે. તેમ છતાં વરસાદ પણ ગુજરાતમાંથી વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક ઠેકાણે અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ છે. રાજ્યમાં એકબાજુ વરસાદ પડી રહ્યો છે, તો બીજી બાજુ ગરમી પડી રહી છે. આમ થવા પાછળ લા નીનોની અસર જવાબદાર છે. ત્યારે સંભવતઃ આવતા મહિને ફૂલ ગુલાબી ઠંડી પડી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ