ભરૂચ રેપ પીડિત બાળકીની હાલત નાજુક
મોટા હેલ્થ સેન્ટરમાં એરલિફ્ટ કરવાની ઝારખંડ સરકારની તૈયારી, ડોકટર્સે કહ્યું- જરુર પડશે તો વધુ સર્જરી કરાશે

બાળકીની હાલત નાજુક

બાળકીની હાલત નાજુક
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર એક મહિનામાં બબ્બે વાર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્ય આચર્યાની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે. ઝારખંડ સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી આ મામલાને લઈ આજે વડોદરા આવી પહોંચ્યા હતા. વડોદરા સિવિલમાં બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી સ્થિતિ જાણી હતી. સાથે કહ્યું હતું કે, બાળકીની હાલત નાજુક છે. જો તેની સારવાર માટે હાયર સેન્ટરમાં લઈ જવાની જરુર હશે તો ઝારખંડ સરકાર લઈ જવા માટે તૈયાર છે. તો બીજી તરફ હોસ્પિટલના RMOએ કહ્યું હતું કે, બાળકીને અહીં બેસ્ટ સારવાર મળી રહી છે. જરુર પડે તો સર્જરી અંગે નિર્ણય કરાશે.
ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીની હાલ વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેના ખબર અંતર પૂછવા માટે ઝારખંડ સરકારમાં કોંગ્રેસના મંત્રી દીપિકા પાંડે સિંહ અન્ય મહિલા અધિકારીઓ સાથે આવી પહોંચ્યા હતા. દુષ્કર્મ પીડિતા, તેના પરિવારજનો અને તબીબો સાથે મુલાકાત કીર હતી. બાદમાં કહ્યું હતું કે, બાળકીની હાલત નાજુક છે. તેને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં લઈ જવાની જરુર હશે તો ઝારખંડ સરકાર તૈયાર છે.
મહિલા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જો પ્રવાસી મજૂરો સાથે આ પ્રકારની ઘટના બનતી હોય તો ગુજરાત સરકારે જોવું જોઈએ. ઝારખંડના મજૂરો જો અહીંથી જતા રહેશે તો ગુજરાતના ઉદ્યોગો ઠપ્પ થઈ જશે. આવી ઘટનામાં રાજકારણથી દૂર રહી બાળકીને સારી સારવાર કઈ રીતે મળે તેના પર ધ્યાન આપવું પડશે.
વડોદરાની સયાજી હોસ્પિટલના RMO ડો. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતુ કે, બાળકીની સ્થિતિ ગંભીર ગણી શકાય, તેની તબિયતમાં સુધારો છે. નિષ્ણાંત તબીબો યોગ્ય ધ્યાન આપી રહ્યા છે તેને બેસ્ટ સારવાર મળશે.
ઝઘડિયામાં નરાધમ દ્વારા બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ જે રીતે ક્રુરતા આચરવામાં આવી છે તેના કારણે ગંભીર ઈજાઓ પહોંચી છે. RMOએ કહ્યું હતું કે, બાળકીને સર્જિકલ ઓપરેશન થિયેટરમાં શિફ્ટિંગ કરવામાં આવશે. જ્યાં તમામ વિભાગના તબીબોનો ઓપિનિયન મેળવી સર્જરી અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ કોઈ તબીબને અન્ય સેન્ટરમાંથી બોલાવાયા નથી. જરુર પડશે તો મદદ લેવાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?