Bharuch: સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ,2 આરોપી જેલભેગા
આ સરકારી અનાજ કે જે રાશનકાર્ડની દુકાનોમાં અને ગરીબોને સરકાર દ્વારા આપવામાં આવે છે.

અનાજના કાળા કારોબારમાં ગેરરીતી આચરનારા મેહુલ શાહ અને નિતિનભાઈ પઢીયારની અટકાયત કરવામાં આવી

અનાજના કાળા કારોબારમાં ગેરરીતી આચરનારા મેહુલ શાહ અને નિતિનભાઈ પઢીયારની અટકાયત કરવામાં આવી
ભરુચમાંથી સરકારી અનાજનું કૌભાંડ સામે આવ્યું.ભરૂચ જિલ્લાના આમોદમાં સરકારી અનાજમાં મોટાપાયે ગેરરીતી થતી હોવાનું સામે આવ્યું છે.આ સરકારી અનાજ કે જે રાશનકાર્ડની દુકાનોમાં અને ગરીબોને સરકાર દ્વારા આપવામાં આવે છે.સરકારી અનાજનું વેપારીઓને વેચાણ કરી કમાણી કરવાના કાળો કારોબાર થતા હોવાનું સામે આવ્યું.સરકારી અનાજના કૌભાંડનો પર્દાફાશ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.
90,000નો મુદ્દામાલ જપ્ત કરાયો :
આમોદમાંથી સરકારી અનાજનું કૌભાંડ ઝડપાતા 90,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.સરકારી અનાજના કાળા કારોબારમાં ગેરરીતી આચરનારા મેહુલ શાહ અને નિતિનભાઈ પઢીયારની અટકાયત કરવામાં આવી.રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે પણ પોલીસ વાહન ચેકિંગને કડક વલણ અપનાવી રહી છે.દરમિયાન રોઝા ટંકારીયાથી એક વાહનની ચકાસણી કરતાં તેમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો.આ સરકારી અનાજનું કોઈ બીલ કે આધાર પુરાવો નહી મળતા પોલીસે કાર્યવાહી કરી હતી.
પોલીસે 2 લોકોની કરી અટકાયત :
રોઝા ટંકારીયાથી મોભા ગામે પીક અપ ગાડીમાં લઈ જવાતો અનાજનો જથ્થાની ચકાસણી કરતાં સરકારી અનાજના કાળા કારોબારનો પર્દાફાશ થયો. પુરવઠા મામલતદારે કાર્યવાહી કરતાં 90,000નો મુદ્દામાલ જપ્ત કર્યો.જેમાં ઘઉંની 36 તથા ચોખાની 28 બોરી કબજે કરવામાં આવી.સરકારી અનાજના કૌભાંડ મામલે આમોદ પાસેથી પોલીસે વડોદરાના પાદરાના મેહુલકુમાર શાહ અને નિતિનભાઈ ઉર્ફે અંકિત જીતુભાઈ પઢિયારની અટકાયત કરી.
પોલીસે હાથ ધરી તપાસ :
પોલીસ આ બંને શખ્સની અટકાયત કર્યા બાદ આ જથ્થો ક્યાં પહોંચાડવામાં આવતો હતો.તેમજ કોના દ્વારા અનાજ આપવામાં આવ્યું તેવી બાબતોને લઈને તપાસ હાથ ધરશે.સરકાર દ્વારા તહેવારો પર અને ખાસ દિવસો પર તેમજ સરકારી શાળાઓ આ સરકારી અનાજનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે કમાણીની લાલચે સરકારી અનાજનું બારોબાર વેપારીઓને વેચાણ કરાય છે.ગરીબોને મળતા અનાજમાં પણ લોભીઓ કમાણીનો પ્રયાસ કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.