વડોદરા પાસેનો આ ટોલ પ્લાઝા સરકારને 400 કરોડ કમાઇ આપે છે
આ ટોલ પ્લાઝ ટોલ કલેક્ટ કરવામાં દેશભરમાં પ્રથમ આવ્યો

આ ટોલ પ્લાઝ ટોલ કલેક્ટ કરવામાં દેશભરમાં પ્રથમ આવ્યો

આ ટોલ પ્લાઝ ટોલ કલેક્ટ કરવામાં દેશભરમાં પ્રથમ આવ્યો
સમગ્ર ભારતમાં એક હજારથી વધુ ટોલ પ્લાઝા છે, આ ટોલ પ્લાઝામાંથી એકનું નામ 'ભરથાણા' છે. જે દેશનો સૌથી વ્યસ્ત માર્ગ છે અને સૌથી વધુ નફાકારક ટોલ પ્લાઝા પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભરથાણા, જે દિલ્હીને મુંબઈ સાથે જોડે છે અને ગુજરાતમાં NH-48 ના વડોદરા-ભરૂચ સેક્શન પર સ્થિત છે, તેની છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ વાર્ષિક આવક રૂ. 400 કરોડ છે. આ સાથે, તે દેશમાં સૌથી વધુ વપરાશકર્તા ફી ધરાવતો ટોલ પ્લાઝા બની ગયો છે.
20 માર્ચે લોકસભામાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય (MoRTH) દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, તેણે છેલ્લા 5 વર્ષમાં 2,043.81 કરોડ રૂપિયાનો ટોલ વસૂલ્યો છે. ૨૦૨૩-૨૪માં સૌથી વધુ 472.65કરોડ રૂપિયાનો ટોલ વસૂલવામાં આવ્યો છે.
• ટોલ પ્લાઝા હાઇવે પર આવેલા હોય છે, જ્યાં ડ્રાઇવર ટોલ ટેક્સ ચૂકવે છે.
• વાહનચાલક પાસેથી વસૂલવામાં આવનાર ટોલ ટેક્સની રકમ વાહનના કદ, વજન અને રસ્તાના આધારે ગણવામાં આવે છે.
• કેટલાક ટોલ પ્લાઝા પર ટુ-વ્હીલર વાહનોને મુક્તિ આપવામાં આવી છે.
• સરકારી માહિતી અનુસાર, હાલમાં દેશભરમાં કુલ 1063 ટોલ પ્લાઝા છે.
• છેલ્લા પાંચ વર્ષમાં 457 ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યા છે.
• ટોચના 10 કમાણી કરતા ટોલ પ્લાઝાએ છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 13,988.51 કરોડનો ટોલ વસૂલ્યો છે.
• ભરથાણા એ ટોલ પ્લાઝા છે જે દેશમાં સૌથી વધુ ટોલ વસૂલ કરે છે.
આ ટોલ પ્લાઝા દિલ્હીને મુંબઈ સાથે જોડે છે. આવી સ્થિતિમાં, અહીંથી પસાર થતા વાહનોની સંખ્યા ઘણી વધારે છે. કાર, જીપ અને વાન દ્વારા મુસાફરી કરતા લોકો પાસેથી એક તરફી મુસાફરી માટે 155 રૂપિયા વસૂલવામાં આવે છે. જો પરત ફરવાની પણ જરૂર હોય તો 230 રૂપિયા ચૂકવવા પડશે. કાર, જીપ અને વાન માટે માસિક પાસ 5 હજાર રૂપિયા છે.
રાજસ્થાનનું શાહજહાંપુર ટોલ પ્લાઝા સૌથી વધુ ટોલ કમાણીના સંદર્ભમાં બીજા સ્થાને છે. જ્યારે પશ્ચિમ બંગાળનો જલધુલાગોરી ટોલ પ્લાઝા ત્રીજા સ્થાને આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.