બનાસકાંઠાના રાજગરાની અમેરિકા, યુરોપ અને આરબ સહિત 10 દેશોમાં ભારે ડિમાન્ડ
ગત વર્ષની તુલનામાં 1.30 લાખ બોરી ઓછું ઉત્પાદન છતાં રાજગરાનો પોષણક્ષમ ભાવ નહીં

ગત વર્ષની તુલનામાં 1.30 લાખ બોરી ઓછું ઉત્પાદન છતાં રાજગરાનો પોષણક્ષમ ભાવ નહીં

ગત વર્ષની તુલનામાં 1.30 લાખ બોરી ઓછું ઉત્પાદન છતાં રાજગરાનો પોષણક્ષમ ભાવ નહીં
બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટયાર્ડમાં હાલ નવા રાજગરાની આવકો શરૂ થઈ છે. દૈનિક 5 હજાર બોરી રાજગરાની આવક થઈ રહી છે. જો કે, ગત વર્ષની સરખામણીએ ખેડૂતોને રાજગરાનો ભાવ ઓછો મળી રહ્યો છે. ગત વર્ષે પ્રતિ મણ રાજગરાના ભાવ 1300 થી 1350 ના મળ્યા હતા. તેની તુલનામાં હાલ પ્રતિ મણના રૂપિયા 1050 થી 1160 સુધીના મળી રહ્યા છે. દર વર્ષે બનાસકાંઠાના રાજગરાની અન્ય રાજ્યોમાં તેમજ વિદેશમાં 10 થી 15 ટકાના દરે ડિમાન્ડ વધી રહી છે.
ઉત્તર ગુજરાતમાં ઊંઝા બાદ ડીસા માર્કેટયાર્ડ કૃષિ જણસીની આવકમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ડીસા સમગ્ર ભારતમાં રાજગરાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. બનાસકાંઠા જિલ્લામાં અંદાજે ત્રણ લાખ બોરી રાજગરાનું ઉત્પાદન થાય છે. જેમાંથી ડીસા માર્કેટયાર્ડમાં 1.50 લાખ કરતાં વધુ બોરીની આવક થાય છે. ડીસા માર્કેટયાર્ડમાં હાલ નવા રાજગરાની ઐતિહાસિક આવક નોંધાઈ છે. દૈનિક પાંચ હજાર કરતાં વધુ બોરીની આવક રાજગરાની થઈ રહી છે.
ડીસા માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન અને વેપારી એસોસિએશનના પ્રમુખ અરજણભાઈ પટેલે બેનિફિટ ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યુ કે, ડીસા માર્કેટયાર્ડમાં મંગળવારે રાજગરાના પ્રતિ મણે રૂપિયા 1050 થી 1160ના ભાવ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ 200 થી 250ના ઓછા છે. ગત વર્ષે રાજગરાના ભાવ 1300 થી 1350 પ્રતિ મણના મળ્યા હતા. બે વર્ષ અગાઉ રાજગરાના ભાવ પ્રતિ મણે 2700 સુધી પહોંચી ગયા હતા. વર્ષ 2023માં ખેડૂતોને રાજગરાના ભાવ 2700 સુધીના મળતાં ગત વર્ષે રાજગરાનું બમ્પર વાવેતર થયુ હતુ. જો કે, ગત વર્ષે 2024માં રજગરાના ભાવ અડધા થઈ ગયા હતા.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ગત વર્ષે સાડા ચાર લાખ બોરી રાજગરાનું ઉત્પાદન થયુ હતુ. જ્યારે આ વર્ષે 3.20 લાખ બોરી રાજગરાનું ઉત્પાદન થયાનો અંદાજ છે. અમેરિકા, યુરોપ અને આરબ દેશોમાં બનાસકાંઠાના રાજગરાની સારી ડિમાન્ડ છે. ગત વર્ષે 350 થી 400 કન્ટેનર એટલે કે 1.20 થી 1.50 લાખ બોરી રાજગરાની વિદેશમાં નિકાસ થઈ હતી. બનાસકાંઠાના રાજગરાની ડિમાન્ડ સારી હોવાથી દર વર્ષે 10 થી 15 ટકા રાજગરાની નિકાસ વધતી જાય છે.
પટેલે ઉમેર્યુ કે, ગુજરાતમાં ડાકોર અને ખંભાત પંથકમાં રાજગરાનું વાવેતર થાય છે. જ્યાં 40 થી 50 હજાર બોરી રાજગરાની આવક થાય છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 7 વર્ષ અગાઉ રાજગરાનું વાવેતર શરૂ થયુ હતુ. 7 વર્ષ અગાઉ બનાસકાંઠામા 1 થી 1.50 લાખ બોરી રાજગરાનું ઉત્પાદન થતુ હતુ. જે આજે વધીને 3 લાખ બોરી સુધી પહોંચી ગયુ છે. દર વર્ષે 3.50 થી 3.80 લાખ બોરી ખપત હોવાથી ઉત્પાદન જેટલા રાજગરાની ખપત થઈ જાય છે.
ડિસેમ્બર-2023માં પ્રતિ મણે 2700 રૂપિયા ભાવ મળ્યો હતો
ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષી જણાવ્યું હતું કે, રાજગરાના ભાવમાં પાંચ વર્ષ દરમિયાન ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. રાજગરાનો વર્ષ 2019 માં 1307 રૂપિયા, વર્ષ 2020 માં 988 રૂપિયા, વર્ષ 2021માં 1088 રૂપિયા, વર્ષ 2022 માં 1651 રૂપિયા અને વર્ષ 2023માં 2065 રૂપિયા ભાવ રહ્યો હતો. ડીસેમ્બર-2023 માં પ્રતિ મણે રાજગરાનો ભાવ રેકોર્ડ બ્રેક 2700 રૂપિયા નોંધાયો હતો.
રાજગરામાં ઘઉં અને સોયાબીન કરતાં વધુ પ્રોટીન
ઘઉંના દાણામાં 12 થી 14 ટકા પ્રોટીન હોય છે. જયારે રાજગરાના સૂક્ષ્મ દાણામાં 16 ટકા પ્રોટીન હોય છે. રાજગરામાં ઘઉં, દૂધ અને સોયાબીન કરતાં અધિક પ્રોટીન હોય છે. રાજગરામાં તેલની માત્રા 8 ટકા હોય છે. રાજગરાના તેલનો વિમાન, કોમ્પ્યુટર તેમજ સ્પેરપાર્ટસમાં ઓઈલિંગ તરીકે ઉપયોગ કરાય છે. રાજગરાનું તેલ લોહીના કોલેસ્ટ્રોલ ઘટાડવા બેસ્ટ ઔષધિય મનાતી હોવાથી હ્રદયના ઈન્જેકશન તરીકે ઉપયોગ કરાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.