Banaskantha માં મેઘ તાંડવ, દાંતામાં ભેખડો ધસી પડી, વડગામના ખેતરો બેટ બન્યા!
દાંતા-સતલાસણા હાઇવે પર આંબાઘાટની ભેખડો ધસી પડતા એક સાઈડનો રસ્તો બંધ થયો...

ચોમાસાનો પ્રથમ પ્રહાર...

ચોમાસાનો પ્રથમ પ્રહાર...
બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદે ખુશીની સાથે આફત પણ વેરવી શરૂ કરી છે. દાંતા અને વડગામ જેવા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. દાંતા-સતલાસણા હાઇવે પર ભેખડો ધસી પડવાની ઘટના બની છે, જ્યારે વડગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
દાંતામાં આંબાઘાટ પર ભેખડો ધસી પડી...
બનાસકાંઠા (Banaskantha)ના દાંતા તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે દાંતા-સતલાસણા હાઇવે પર આવેલા આંબાઘાટની ભેખડો ધસી પડી હતી. આ ઘટનાથી હાઇવે પર વાહનચાલકોની મુશ્કેલીમાં અનેકગણો વધારો થયો છે, કારણ કે એક સાઈડનો રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. સ્થાનિકોના મતે, આંબાઘાટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પ્રોટેક્શન જાળી ન હોવાને કારણે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ આ સ્થિતિ સર્જાઈ છે. ભયાવહ વાત તો એ છે કે, જે સમયે ભેખડો ધસી પડી, તે જ સમયે એક ટ્રક ત્યાંથી પસાર થઈ રહી હતી. સદનસીબે, ડ્રાઇવરની સમયસૂચકતા અને નસીબના જોરે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ ઘટનાએ તંત્રની બેદરકારી છતી કરી છે.
આ પણ વાંચો : Banaskantha : 30 વર્ષ બાદ ઉમરદશી નદી જીવંત, જળાશયો છલકાયા, ખેડૂતોમાં આનંદ!
વડગામમાં ખેતરો બેટ બન્યા, માર્ગો બંધ...
દાંતા ઉપરાંત, બનાસકાંઠા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદે હાહાકાર મચાવ્યો છે. વડગામના સરદારપુરાના ખેતરો ધોધમાર વરસાદને કારણે બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જવાથી ખેતીને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વળી, અર્જુની નદીમાં આવેલા પાણીના ભારે વહેણને કારણે વડગામના હડમતીયાથી સરદારપુરાનો રસ્તો બંધ થઈ ગયો છે. આ માર્ગ બંધ થતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે તેમને લાંબો ફેરાવો કરીને અવરજવર કરવી પડી રહી છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આ સ્થિતિએ તંત્ર માટે પડકારો ઉભા કર્યા છે. રસ્તાઓની મરામત અને પાણીના નિકાલની વ્યવસ્થા પર તાત્કાલિક ધ્યાન આપવું અનિવાર્ય બન્યું છે.
આ પણ વાંચો : Ahmedabad : ₹5 લાખની લાંચ લેતા DILR સર્વેયર અને બે દલાલ જેલભેગા...
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.