સ્કૂલની 35થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ
વિદ્યાર્થિનીઓને હોસ્ટેલમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડી

ફૂડ પોઈઝનિંગ

ફૂડ પોઈઝનિંગ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણામાં આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાં ગંભીર બેદરકારીના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ બપોરે આશરે 12:30 વાગ્યે નિયમિત ભોજનમાં દાળ-ભાત ખાધા હતા, જે બાદ સાંજ પડતા જ તેમની તબિયત લથડવા લાગી હતી. શરૂઆતમાં અંદાજે 10 જેટલી વિદ્યાર્થિનીઓને ઉલટી, જાડા અને માથાના દુ:ખાવાની ફરિયાદ થઈ હતી, પરંતુ જોતજોતામાં આ આંકડો વધીને 35થી 38 સુધી પહોંચી જતાં શાળા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
વિદ્યાર્થિનીઓની સઘન સારવાર કરવામાં આવી
તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને તાત્કાલિક 108 મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શાળાના પ્રિન્સિપાલ સંજય મિશ્રાના જણાવ્યા મુજબ, સાંજે 5:30 વાગ્યાની આસપાસ બાળકોમાં લક્ષણો દેખાવાનું શરૂ થયું હતું, ત્યારબાદ કોઈપણ વિલંબ વગર તબીબી સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા તમામ વિદ્યાર્થિનીઓની સઘન સારવાર કરવામાં આવી રહી છે અને રાહતની વાત એ છે કે, તમામની સ્થિતિ હાલ સ્થિર છે.
હોસ્ટેલના ભોજનના નમૂનાઓ લેવામાં આવ્યા
આ ઘટનાની જાણ થતાં જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ સિવિલ હોસ્પિટલ અને એકલવ્ય મોડેલ સ્કૂલ પર દોડી આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે હોસ્ટેલના ભોજનના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને તેને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ આ મામલે પાણીજન્ય રોગચાળો હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે, કારણ કે આ સંકુલમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિત કુલ 600 લોકો વસવાટ કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.