અમદાવાદમાં IPLની મેચો દરમિયાન આ રસ્તાઓ પર પ્રતિબંધ
જો આઈપીએલની મેચ દરમ્યાન તમે આ રસ્તા પરથી પસાર થતા હોય તો ધ્યાન રાખજો નહીતો ધરમનો ધક્કો પડી શકે છે

મેચ દરમ્યાન રાખજો ધ્યાન

મેચ દરમ્યાન રાખજો ધ્યાન
ગુજરાતના અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25 માર્ચથી 18 મે, 2025 સુધીમાં IPL 2025ની 7 જેટલી મેચ રમાવાની છે, ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક દ્વારા કેટલાક રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત-ડાયવર્ઝન અને વૈકલ્પિક માર્ગ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)ની 7 અલગ-અલગ મેચ રમાવાની છે. જેને લઈને શહેર ટ્રાફિક પોલીસે વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત-ડાયવર્ઝન વાળો માર્ગ અને વૈકલ્પિક માર્ગની જાણકારી આપવામાં આવી છે.
અમદાવાદ શહેરના જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્યમ ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટીમ સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. જ્યારે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. તેજમ કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટ્સ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
ગુજરાત ટાઈટનની રમાનાર મેચોનું ટાઈમ ટેબલ કંઈ આ પ્રમાણે હશે
- 25 માર્ચ, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. પંજાબ કિંગ્સ
- 29 માર્ચ, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. મુંબઈ ઈન્ડિયન્સ
- 09 એપ્રિલ, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. રાજસ્થાન રોયલ
- 19 એપ્રિલ, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. દિલ્હી કેપિટલ્સ
- 2 મે, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. સનરાઈઝર્સ હૈદરાબાદ
- 14 મે, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. લખનઉ સુપર જાયન્ટ્સ
- 18 મે, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. ચેન્નઈ સુપર કિંગ્સ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.