બાબુભાઈ જશભાઈ કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવા માંગતા હતા પણ કેશુભાઈએ ના પાડી’
વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે લખેલાં પુસ્તક ‘ધરતીપુત્ર કેશુભાઈ’માં ઉલ્લેખ કરાયો

વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે લખેલાં પુસ્તક ‘ધરતીપુત્ર કેશુભાઈ’માં ઉલ્લેખ કરાયો

વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે લખેલાં પુસ્તક ‘ધરતીપુત્ર કેશુભાઈ’માં ઉલ્લેખ કરાયો
આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાએ 27 ઓક્ટોબરના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સ્મરણાંજલિ સભાનું આયોજન કર્યુ છે. કેશુભાઈ પટેલની ચોથી પુણ્યતિથિ નિમિત્તે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે ‘ધરતીપુત્ર કેશુભાઈ’ પુસ્તક પ્રકાશિત કર્યુ છે. જેમાં કેશુભાઈ પટેલના રાજકીય કાર્યકાળની કેટલીક ઘટનાઓ વર્ણવી છે. 29 ઓક્ટોબર 2020ના રોજ કેશુભાઈ પટેલનું અવસાન થયુ હતુ.
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અંગે ‘ધરતીપુત્ર કેશુભાઈ’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યુ છે. દિલીપ પટેલે પુસ્તકમાં કેશુભાઈ પટેલની કેટલીક અજાણી વાતોને પ્રકાશિત કરી છે.
દિલીપ પટેલ તેમના પુસ્તકમાં લખે છે કે બાબુભાઈ જશભાઈ એક વખત કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવા માંગતા હતા. પરંતુ કેશુભાઈએ ના પાડી હતી. ગાંધીનગરમાં યોજાયેલી સભાને ટાંકીને દિલીપ પટેલે લખ્યું છે કે ગુજરાતના મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ રાહત કાર્ય લગભગ પૂર્ણ થયા બાદ ગાંધીનગર પરત ફર્યા ત્યારે કોંગ્રેસ પક્ષે સરકાર પર ખોટો આરોપ લગાવ્યો હતો. જેના કારણે નિરાશ થઈ બાબુભાઈ પટેલ રાજીનામું આપવા તૈયાર થયા હતા. ગાંધીનગરમાં કેશુભાઈના સત્તાવાર નિવાસસ્થાને રાજીનામાની ચર્ચા કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી. તે સમયે કેશુભાઈ પટેલ નવીનચંદ્ર બારોટ પછી રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ત્રીજા સ્થાને મંત્રી હતા.
બેઠકમાં ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલે જણાવ્યું હતું કે હું રાજીનામું આપીને કેશુભાઈને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છું છું. કેશુભાઈએ કહ્યું કે ચૂંટણી નજીકમાં છે અને તમારે રાજીનામું આપવું યોગ્ય નથી. મને મુખ્યમંત્રી બનાવવો યોગ્ય નથી. મને મુખ્યમંત્રી બનાવવાથી મોરચાને કોઈ ફાયદો થશે નહીં. તેમણે બાબુભાઈને કહ્યું કે, તમે અમારા વરિષ્ઠ નેતા છો. તેથી સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરો. મોરબીમાં જે બન્યું તે તમારી અંગત ભૂલ નથી. તેથી તમારે રાજીનામું આપવું જોઈએ નહીં. તેમ છતાં બાબુભાઈએ રાજીનામું આપી વિધાનસભા ભંગ કરી હતી. તેના પગલે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતુ.
ત્યારબાદ મે 1980માં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસનાં 141 ધારાસભ્યો ચૂંટાતા માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે જનતા પાર્ટીના માત્ર 31 ધારાસભ્યો ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં બાબુભાઈ જશભાઈ હારી ગયા હતા.
દિલીપ પટેલના પુસ્તકમાં ત્રણ દાયકાથી વધુના પત્રકારત્વનો સાર છે. 63 વર્ષની વયના દિલીપ પટેલ 34 વર્ષથી ગુજરાતી પત્રકારત્વ કરી રહ્યા છે. તેમણે ગુજરાતના લગભગ તમામ મોટા અખબારોમાં કામ કર્યું છે. તેમણે ગાંધીનગર અને ગુજરાતના રાજકારણને ખૂબ નજીકથી જોયું છે. દિલીપ પટેલે હંમેશા રાજ્ય સરકારના કાન આમળ્યા છે. તે પછી કોંગ્રેસની હોય કે ભાજપની સરકાર. તમને નવાઈ લાગશે કે કેશુભાઈ પટેલ પર પુસ્તક લખનાર દિલીપ પટેલે ગુજરાતના જાણીતા અખબારમાં કામ કરતી વખતે કેશુભાઈ પટેલની સરકારની જનવિરોધી નીતિઓ સામે સૌથી વધુ સમાચાર લખ્યા હતા.
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપસિંહ ક્ષત્રિયએ લેખકનો પરિચય આપતા લખ્યુ છે કે, દિલીપ પટેલ હંમેશા લોકોની સમસ્યાઓ, લોક આંદોલન, સરકારની ભૂલો લખીને વાચા આપતા રહ્યા છે. સરકાર સામે આકરુ વલણ રાખીને લખવું એ તેમની હિંમત રહી છે. ભલે પછી તેના ગમે તે પરિણામ આવે પણ તેઓ સત્ય લખી નાખે છે. હવે જ્યારે ખરા લોકનાયક કેશુભાઈને અન્યાય થયો હોવાનું તેમને લાગ્યુ તો તેમની સાથે થયેલા અન્યાય અંગે કોઈની શરમ રાખ્યા વગર આ પુસ્તકમાં લખ્યુ છે. ગુજરાતના વાચકો ઉપરાંત પત્રકારત્વનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ પુસ્તક વાંચવા અને સાચવી રાખવા જેવું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ