વડોદરામાં હેવાનિયત: સગીરા પર સામુહિક દુષ્કર્મ
સગીરાને મકાનમાં બંધક બનાવી આચર્યું સામૂહિક દુષ્કર્મ; SSG હોસ્પિટલમાં પરિજનોનો આક્રોશ.

વડોદરામાં સગીરા પર સામુહિક દુષ્કર્મ

વડોદરામાં સગીરા પર સામુહિક દુષ્કર્મ
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ કિશોરી નરાધમોની હેવાનિયતનો ભોગ બની છે. સવારે ઘરેથી નીકળેલી સગીરા રહસ્યમય રીતે ગુમ થયા બાદ, તેને ચાર કલાક સુધી એક મકાનમાં બંધક બનાવી બે શખ્સોએ તેની લાજ લૂંટી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ઘટનાએ સંસ્કારી નગરીના સુરક્ષાના દાવાઓ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ભોગ બનનાર કિશોરીને મેડિકલ તપાસ માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોતાની વહાલસોયી દીકરી સાથે થયેલા અત્યાચારથી વ્યથિત સ્વજનોનો પિત્તો ગયો હતો. પરિવારજનોએ પોલીસની ઢીલી કામગીરી અને આરોપીઓને છાવરવાના આક્ષેપ સાથે હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પીડિતાના માતા-પિતાની એક જ માંગ છે કે તેમની દીકરીને પિખી નાખનાર નરાધમોને કડકમાં કડક સજા થાય. સમાજના આગેવાનોએ નામના સુરક્ષિત ગણાતા શહેરમાં ધોળા દિવસે થતાં આવા કૃત્યોની ઘોર નિંદા કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફતેગંજ પોલીસ મથકે આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાળા કૃત્યમાં હર્ષિત મેકવાન અને 'હેપ્પી' નામના બે શખ્સોના નામ ખુલ્યા છે. પોલીસે કાર્યવાહી કરતા હર્ષિતની ધરપકડ કરી લીધી છે, જ્યારે હેપ્પી નામનો શખ્સ હજુ પોલીસ પકડથી દૂર છે.
બીજી તરફ, પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે કે ઘટનાના કલાકો બાદ પણ પોલીસે તાત્કાલિક પગલાં લીધા ન હતા. હાલમાં સમગ્ર વડોદરામાં આ ઘટનાને લઈને રોષની લાગણી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.