વિધાનસભા ગુંજી: ગેસના ખાલી બાટલા સાથે વિરોધ
પોલીસ અને ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ; ગેસ અછત મુદ્દે વિપક્ષ આક્રમક

ગેસના ખાલી બાટલા સાથે વિરોધ

ગેસના ખાલી બાટલા સાથે વિરોધ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતના રસોડા સુધી પહોંચી છે. દેશમાં સર્જાયેલી ગેસની ભયંકર અછત અને સપ્લાય ચેઈન ખોરવાતા આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્યો ગેસના ખાલી બાટલા, લાકડાના ભારી અને છાણા લઈને વિધાનસભા પહોંચ્યા હતા, જેના કારણે પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સરકાર પર પ્રહાર
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખભે ગેસનો બાટલો ઊંચક્યો હતો, જ્યારે ડૉ. તુષાર ચૌધરી માથે લાકડા લઈને વિધાનસભાના ગેટ પર પહોંચ્યા હતા. જિજ્ઞેશ મેવાણી અને અમૃતજી ઠાકોર સહિતના ધારાસભ્યોએ ‘સાહેબનો આઇડિયા કામ આવ્યો?’ના પોસ્ટરો સાથે સરકાર પર કટાક્ષ કર્યો હતો.
અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, "ગૃહિણીઓ ગેસના બાટલા માટે લાંબી લાઈનોમાં ઊભી છે અને રેસ્ટોરન્ટ્સ બંધ થઈ રહી છે, છતાં સરકાર સ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહી છે."
પોલીસ સાથે ઘર્ષણ
વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. ધારાસભ્યોને અંદર જતા રોકવા માટે પોલીસે બળપ્રયોગ કરતા ધારાસભ્ય અમૃતજી ઠાકોર વિધાનસભાના પગથિયા પર પડી ગયા હતા, જેને પગલે માહોલ વધુ ગરમાયો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે સરકાર જનતાનો અવાજ દબાવવા માટે પોલીસનો સહારો લઈ રહી છે.
શું છે ગેસ સંકટનું કારણ?
યુદ્ધના 14મા દિવસે હોર્મુઝની સામુદ્રધુનીમાં પરિવહન અટકી પડતા ભારતની ગેસ આયાતને અસર થઈ છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે સ્થિતિ કાબૂમાં હોવાનો દાવો કર્યો હોવા છતાં, જમીની હકીકત અલગ હોવાનું વિપક્ષ જણાવી રહ્યો છે.
કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગેસ માટે અંધાધૂંધી સર્જાશે. સરકાર હવે આફ્રિકા અને અમેરિકા જેવા દેશોમાંથી ગેસ મંગાવવા માટે સમિતિની રચના કરી તજવીજ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.