ગુજરાતમાં આશા અને આંગણવાડી બહેનોનું મોટું આંદોલન
વેતન વધારો, સ્માર્ટફોન અને ડિજિટલ કામના પ્રશ્ને ગાંધીનગરમાં આશાઆંગણવાડી બહેનોનો ઉગ્ર વિરોધ

આશા આંગણવાડી બહેનો આંદોલન

આશા આંગણવાડી બહેનો આંદોલન
ગુજરાતની પાયાની આરોગ્ય અને પોષણ સેવાઓ સાથે સંકળાયેલી આશાવર્કર અને આંગણવાડીની આશરે 1.40 લાખ મહિલાઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં એકઠી થયેલી મહિલાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દીધું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે આંદોલનના આગેવાન ચંદ્રિકા સોલંકી સહિત અંદાજે 100 જેટલી મહિલા કાર્યકરોની અટકાયત કરી છે.
મોબાઈલ ફોન અને ડિજિટલ કામગીરી સામે રોષ :
આંગણવાડી બહેનોમાં સૌથી વધુ રોષ ટેકનોલોજીના નામે થઈ રહેલી હેરાનગતિ બાબતે છે. વર્ષ 2022માં રાજ્ય સરકાર દ્વારા નવા સ્માર્ટફોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ વચન અમલમાં આવ્યું નથી. હાલમાં બહેનો પાસે જે જૂના મોબાઈલ છે તે ચાલતા નથી અને સરકારી એપ્લિકેશન વારંવાર હેંગ થઈ જતી હોવાથી ડેટા એન્ટ્રી કરવી અશક્ય બની રહી છે.
ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્કની નબળી સુવિધાને કારણે બહેનોએ બાળકોના પોષણ અને સંભાળ પર ધ્યાન આપવાને બદલે આખો દિવસ મોબાઈલ પાછળ વેડફવો પડે છે. ઘણી મહિલાઓ પોતાના વ્યક્તિગત ખર્ચથી ખાનગી મોબાઈલમાં સરકારી કામ કરવા મજબૂર બની છે. આ સ્થિતિથી કંટાળીને હવે 80 ટકાથી વધુ બહેનોએ ઓનલાઈન હાજરી અને ડેટા એન્ટ્રીનું કામ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.
આર્થિક શોષણ અને હાઈકોર્ટના નિર્દેશોની અવગણના
બહેનોનો મુખ્ય આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યના બજેટમાં તેમના વેતન વધારા માટે કોઈ ઠોસ જોગવાઈ કરવામાં આવી નથી. વર્ષ 2022માં પાંચ જેટલા મંત્રીઓએ વેતન વધારાના લેખિત અને મૌખિક આશ્વાસનો આપ્યા હતા, પરંતુ ચાર વર્ષ વીતી જવા છતાં પરિસ્થિતિ જસની તસ છે. આ ઉપરાંત, હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ આદેશોનું પણ પાલન કરવામાં આવતું નથી, જેનાથી બહેનોમાં અન્યાયની લાગણી જન્મી છે.
આગામી રણનીતિ: અચોક્કસ મુદ્દતની હડતાલ
આંદોલનકારી મહિલાઓએ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની 12 મુખ્ય માંગણીઓ પર તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે, તો તેઓ રાજ્યવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જશે. જો આટલી મોટી સંખ્યામાં પાયાના સ્તરના કાર્યકરો હડતાલ પર ઉતરશે, તો રાજ્યમાં ગ્રામીણ આરોગ્ય સેવાઓ, રસીકરણ અને કુપોષણ મુક્તિ અભિયાન પર ગંભીર નકારાત્મક અસર પડી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.