મચ્છુ ડેમમાં પાણીની આવક વધતાં 28 દરવાજા ખોલી અઢી લાખ ક્યુસેક પાણી છોડાયુ
મચ્છુ નદીકાંઠા ઉપરના ગામડાના લોકોને સાવચેત કરાયા

As the water income in Macchu Dam increased

As the water income in Macchu Dam increased
મોરબી નજીક મચ્છુ-2 ડેમમાં પાણીની આવક વધી રહી હોવાથી 28દરવાજા ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. દર કલાકે અઢી લાખ ક્યુસેક પાણી છોડાતા મચ્છુ નદી બે કાંઠે વહેતી થઈ છે. મચ્છુ-2 ડેમનું પાણી નદીમાં થઈને મચ્છુ-3 ડેમમાં જતું હોવાથી મચ્છુ-3 ડેમના પણ 15 દરવાજાને 15 ફૂટ સુધી ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લામાં પાણીના પ્રવાહથી દૂર રહેવા કલેક્ટરે લોકોને અપીલ કરી છે.
મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 2 થી લઈને 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વાંકાનેર પંથક તથા મચ્છુ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમમાં પાણીની આવક વધી રહી છે. તેથી મોરબી સિંચાઈ વિભાગના જણાવ્યા પ્રમાણે સવારે 9વાગ્યાથી મચ્છુ-2 ડેમના 18દરવાજા15 ફૂટ અને 10 દરવાજા પાંચ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં મચ્છુ-2 ડેમમાંથી પાણીના જથ્થાને નદીમાં છોડવામાં આવી રહ્યો છે. તેથી મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ નદી બે કાંઠે વહેતી થઈ છે.
મચ્છુ નદીમાં છોડાયેલુ પાણી આગળ મચ્છુ-3 ડેમમાં જતું હોવાથી મચ્છુ-3 ડેમના 15 દરવાજા 15 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના નીચેના વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં નહી જવા સૂચના આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરાયુ હોવાથી કલેક્ટર કે.બી. ઝવેરીએ લોકોને પાણીના પ્રવાહથી દૂર રહેવા અપીલ કરી છે.
મહત્વપૂર્ણ છે કે વર્ષ 1979 માં આવેલા પૂર હોનારત પછી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.ડેમમાં જૂના 18 અને નવા 20 મળીને 38 દરવાજા ફીટ કરવામાં આવ્યા છે. ડેમની કુલ ક્ષમતા 3104 એમસીએફટી છે. વર્ષ 2017 માં મચ્છુ બે ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં 38 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમ તૂટ્યો ત્યારપછી પુનઃ તેનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારથી લઈને વર્ષ 2017 સુધીમાં ક્યારેય પણ એકસાથે 38 દરવાજા ખોલવામાં આવ્યા ન હતા. આ વર્ષે ડેમના 38 પૈકીના 28 દરવાજા ખોલવા પડ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ભારે વરસાદ થાય તો પરિસ્થિતિ બગડે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભાભર અકસ્માતમાં ‘ગુજ્જુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું મોત, 2 કલાક પહેલાં જ બનાવ્યો હતો વીડિયો; લાખો ચાહકોમાં શોક.

રૂ. 10 હજારમાં 10 વર્ષની મેમ્બરશિપના નામે 1500થી વધુ ગ્રાહકો પાસેથી રૂ. 1.66 કરોડથી વધુ લેવાયાનો આરોપ

સાણંદમાં ફરી દીપડાની દહેશત! મોટી દેવતી ગામ પાસે જમીન પર મળ્યા શંકાસ્પદ પંજાના નિશાન.