પુણ્ય કમાવાનો મહિનો એટલે ચૈત્ર માસ....
ચૈત્ર માસ દરમિયાન કીડીઓ માટે વર્ષભરનો ખોરાક એકત્ર કરવાની પરંપરા ભારતીય સંસ્કૃતિમાં ઊંડે રહેલી છે

ચૈત્ર માસમાં કીડીયારું: પ્રકૃતિ, સંસ્કૃતિ અને સેવાનો અનોખો સંગમ

ચૈત્ર માસમાં કીડીયારું: પ્રકૃતિ, સંસ્કૃતિ અને સેવાનો અનોખો સંગમ
ભારતીય સંસ્કૃતિમાં ચૈત્ર માસનું વિશેષ મહત્ત્વ રહેલુ છે. શાસ્ત્રોમાં આ માસને પુણ્ય કમાવવાનો મહિનો ગણવામાં આવે છે. આ માસમાં અનેક પરંપરાઓ અને ધાર્મિક કાર્યો કરવામાં આવે છે, જેમાંથી દાન, ભજન કિર્તન, ધૂન, જાત્રાઓ, પિતૃકાર્ય જેવી ધણા ધાર્મિક કાર્યો આ માસમાં કરવામાં આવે છે. સાથે સાથે હિન્દુ ધર્મમાં ‘કીડીયારું' પૂરવાની એક અનોખી પરંપરા રહેલી છે. આ પરંપરા પ્રકૃતિના સૂક્ષ્મજીવો, ખાસ કરીને કીડીઓને ચોમાસા દરમિયાન ખોરાક મળી રહે તે માટેનો એક સેવાયજ્ઞ છે. આવો જ એક પ્રેરણાદાયી કાર્યક્રમ તેજસ્વીની સંસ્કૃતિધામ, વાસુરના ડાંગ ખાતે યોજાયો હતો. જેમાં 600 શ્રીફળનો ઉપયોગ કરીને કીડીયારું પૂરવામાં આવ્યું.
કીડીયારું પૂરવાનો હેતુ
ચૈત્ર માસ દરમિયાન કીડીઓ માટે વર્ષભરનો ખોરાક એકત્ર કરવાની પરંપરા ભારતીય સંસ્કૃતિમાં ઊંડે રહેલી પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે. ચોમાસામાં વરસાદને કારણે કીડીઓને ખોરાક શોધવામાં મુશ્કેલી પડે છે. આથી, ચૈત્ર માસમાં કીડીયારું પૂરીને તેમના માટે ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પરંપરા માત્ર પ્રકૃતિનું રક્ષણ જ નથી કરતી, પરંતુ સેવા અને સંસ્કૃતિના મૂલ્યોને પણ પ્રોત્સાહન આપે છે.
તેજસ્વીની સંસ્કૃતિધામમાં કીડીયારું મહોત્સવ – 2025
દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર નવરાત્રી દરમિયાન સુરતના ગૌસેવકો – સોની પરિવાર અને સુથાર પરિવાર દ્વારા તેજસ્વીની સંસ્કૃતિધામ, વાસુરના ડાંગ ખાતે ‘કીડીયારું મહોત્સવ – 2025’નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદીના સાનિધ્યમાં યોજાયો હતો. પરમ પૂજ્ય દીદીએ ગૌસેવકોને સ્વાસ્થ્ય માટે યોગ અને ધ્યાનની તાલીમ આપી હતી. જેનાથી સેવકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળ્યું.
આ મહોત્સવ સવારે 5 વાગ્યાથી શરૂ થયો અને 11 વાગ્યા સુધી ચાલ્યો. આ દરમિયાન, 600 શ્રીફળનો ઉપયોગ કરીને કીડીઓ માટે ખોરાક તૈયાર કરવામાં આવ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક યુવાનો અને સેવાભાવી લોકો અને તેમના પરિવારની ટીમે ખૂબ જ મહેનત કરી. ઉત્સાહ અને સેવાભાવથી ભરપૂર આ કાર્યક્રમે બધાને પ્રેરણા આપી.
કીડીયારું તૈયાર કરવાની પ્રક્રિયા
કીડીયારું તૈયાર કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ રસપ્રદ અને વિચારપૂર્ણ છે. સૌપ્રથમ, 100 કિલો બુરું ખાંડ, 200 કિલો બાજરીનો લોટ, કોપરાનો પાવડર અને 5 કિલો ઘીનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. આ પછી, 600 શ્રીફળમાં કાણાં પાડીને તેમાંથી પાણી કાઢવામાં આવે છે. આ શ્રીફળમાં તૈયાર કરેલું મિશ્રણ ભરવામાં આવે છે. અંતે, આ શ્રીફળોને જંગલોમાં ઠેર ઠેર દૂર દૂર સુધી મૂકવામાં આવે છે, જેથી કીડીઓને આખા વર્ષ દરમિયાન ખોરાક મળી રહે.
સંસ્કૃતિ, સ્વાસ્થ્ય અને સ્વાધ્યાયનો સંગમ
આ કાર્યક્રમ માત્ર કીડીઓ માટે ખોરાકની વ્યવસ્થા કરવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સંસ્કૃતિ, સ્વાસ્થ્ય અને સ્વાધ્યાયનો અનોખો સંગમ પણ છે. યોગ અને ધ્યાન દ્વારા સેવકોના સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવી, જ્યારે પૂજ્ય હેતલ દીદીના માર્ગદર્શનથી આધ્યાત્મિક જ્ઞાન અને સ્વાધ્યાયનો લાભ પણ મળ્યો. આ સાથે, પ્રકૃતિના સૂક્ષ્મજીવો પ્રત્યેની સેવાભાવનાએ ભારતીય સંસ્કૃતિની ઉચ્ચતા દર્શાવી.
‘કીડીયારું મહોત્સવ – 2025’ એ પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી, સંસ્કૃતિનું જતન અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ છે. તેજસ્વીની સંસ્કૃતિધામ ખાતે યોજાયેલો આ કાર્યક્રમ દરેક માટે પ્રેરણારૂપ છે. આવી પરંપરાઓ આપણને શીખવે છે કે માનવજીવનનો સાચો હેતુ ફક્ત પોતાના માટે જ નહીં, પરંતુ પ્રકૃતિના દરેક જીવની સેવા કરવામાં પણ રહેલો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.