વધુ એક સગીરા પર દુષ્કર્મ !
સુરેન્દ્રનગરની દીકરીની 8 શખ્સોએ લૂંટી ઈજ્જત

સગીરા પર દુષ્કર્મ

સગીરા પર દુષ્કર્મ
રાજ્યમાં વધુ એક સગીરા પર દુષ્કર્મનો હચમચાવી નાંખતો કિસ્સો સામે આવ્યો છે. સગીરા સાથે આઠ નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે. સગીરાનું અપહરણ કરીને આઠ શખ્સોએ અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું છે. આરોપીઓએ સગીરાના ભાઈને મારી નાંખવાની ધમકી આપીને તેની પર દુષ્કર્મ આચર્યું છે. થાનગઢ પોલીસ મથકે અપહરણ અને દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તમામ શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના થાનગઢમાં સગીરા પર સાત મહિનામાં આઠ નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે. સગીરાનું અપહરણ કરીને 8 શખ્સોએ અલગ અલગ જગ્યા પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને તેના ભાઈને મારી નાંખવાની ધમકી આપી હતી. પરંતુ આ અંગે સગીરાની માતાને જાણ થતાં તેમણે થાનગઢ પોલીસ મથકમાં અપહરણ અને દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે ફરિયાદના આધારે તમામ શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
માહિતી એવી પણ મળી રહી છે કે, થાનગઢમાં આવેલા પોલીસ સ્ટેશન નજીકમાં જ આ દુષ્કર્મની ઘટના ઘટી હતી. જેના કારણે લોકોમાં રોષ છવાયો છે. આ ઉપરાંત પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. ત્યારે સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને દુષ્કર્મ આચરનાર તમામ શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ