રાજકોટ-ગોંડલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, સાસુ-વહુના મોત
પરિવારજનોનું કહેવું છે કે પોલીસ હિટ એન્ડ રનની ફરિયાદ નહિં નોંધે તો મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે.

રાજકોટમાં બની ફરી હિટ એન્ડ રનની ઘટના

રાજકોટમાં બની ફરી હિટ એન્ડ રનની ઘટના
રાજકોટ-ગોંડલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ગોંડલમાં રહેતા બાવનીયા પરિવારની બે મહિલાના મોત નીપજ્યાં છે. બાવનીયા પરિવાર રાજકોટ ખાતે તેઓ સંબંધીના ઘરે જનોઇ પ્રસંગમાં હાજરી આપી પરત પોતાના ઘરે ગોંડલ જઇ રહ્યો હતો. તે સમયે રાત્રિના સમયે મનોજભાઇ બાવનીયા અને તેમના પુત્ર વ્યોમ બન્ને પોતાની પત્ની સાથે ટુ-વ્હીલર પર જઇ રહ્યા હતા તે સમયે અચાનક કોરાટ પાસે ટ્રકચાલકે પૂરપાટ ઝડપે આવતા બન્ને વાહનને અટફેટે લેતા અક્સમાતમાં સાસુ વહુ બન્નેના મોત નીપજ્યા છે.
આ હિટ એન્ રનની ઘટનામાં જ્યોતિબેન મનોજભાઇ બાવનીયા ઉં.વ.49 તેમજ પુત્રવધુ જાનવી વ્યોમભાઇ બાવનીયા ઉં.વ.23નું મોત નીપજ્યું છે.અક્સમાતમાં મનોજભાઇ તેમજ તેમના પુત્ર વ્યોમને પણ ઇજાઓ પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ અક્સમાતને પગલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે પરિવારજનોનું કહેવું છે કે પોલીસ હિટ એન્ડ રનની ફરિયાદ નહિં નોંધે તો મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.