અંજારમાં 5 બાળકો તળાવમાં ડૂબ્યાં, ચારના મૃતદેહો મળ્યા
તરવૈયા અને ફાયર વિભાગની ટીમે ચારના મૃતદેહો બહાર કાઢ્યાં, વિસ્તારમાં અરેરાટી મચી

પાંચ બાળકો ભેંસો લેવા ગયા અને તળાવમાં ડૂબ્યાં

પાંચ બાળકો ભેંસો લેવા ગયા અને તળાવમાં ડૂબ્યાં
કચ્છના અંજારમાં ન્હાવા માટે ગયેલા પાંચ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાનુ સામે આવ્યુ છે. સમગ્ર ઘટના અંગે જાણ થતાંની સાથે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. જેમાં તરવૈયાની મદદથી ચાર બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી.

મળતી માહિતી મુજબ, કચ્છના અંજાર તાલુકાના ભવાનીપર નજીક આવેલા તળામાં આજે શનિવાર (15 માર્ચ, 2025)ના બપોરના સમયે હિંગોળજા વાંઢના પાંચ બાળકો ભેંસો લેવા માટે ગયા ત્યારે તળાવમાં ન્હાવા ગયા હતા. જ્યારે સાંજ સુધીમાં બાળકો ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. જેમાં તળાવમાં તપાસ કર્યા બાદ પરિવારે સ્થાનિક તંત્રને ઘટના અંગે જાણ કરી હતી.
વહીવટીતંત્રના અધિકારીઓ 108 એમ્બ્યુલન્સ, દુધઈ પોલીસ સહિત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમે તરવૈયાની મદદથી ચાર બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક બાળકની શોધખોળ શરૂ છે. સમગ્ર ઘટનામાં 5થી 13 વર્ષના બાળકો હોવાનું સામે આવ્યું છે.
મૃતકોની યાદી
1. ઈસ્માઈલ સાલેમામદ હિંગોરજા (ઉં.વ. 8)
2. આલ્ફાક અરમીયા હિંગોરજા (ઉં.વ. 9)
3. ઉંમર અબદરેમાન હિંગોરજા (ઉં.વ. 11)
4. મુસ્તાક જુસબ હિંગોરજા (ઉં.વ. 14)
આ ઉપરાંત અન્ય એક 11 વર્ષીય બાળક તહીંર અબદરેમાન હિંગોરજાની શોધખોળ ચાલુ છે.

આ ઘટનાના પગલે દુધઈ પોલીસ સ્ટાફ અને અંજાર વહીવટી તંત્રના અધિકારીઓ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ 5 થી 13 વર્ષની ઉંમરના બાળકોના મૃતદેહને બહાર ખસેડી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યાં છે. 4 બાળકોના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.