નકલીની ભરમાર વચ્ચે અમુલ બ્રાન્ડનો સૌથી મોટો નિર્ણય
અમૂલ પોતાની પ્રોડક્ટ્સ ઉપર લગાવશે QR કોડ, તેને સ્કેન કરી જાણી શકાશે પ્રોડક્ટ્સ અસલી-નકલીની
અમુલ પ્રોડક્ટ્સ પર છાપશે QR કોડ
અમુલ પ્રોડક્ટ્સ પર છાપશે QR કોડ
રાજ્યમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ એક ગંભીર સમસ્યા બની રહી છે. ખાસ કરીને પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના નામે ડુપ્લીકેટ પ્રોડક્ટ્સ બજારમાં ઠલવાઈ રહી હોવાના અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આ સમસ્યાને અટકાવવા અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પૂરા પાડવાની ખાતરી આપવા માટે, અમૂલ મિલ્ક ફેડરેશને એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવેથી અમૂલની તમામ પ્રોડક્ટ્સ પર QR કોડ ફરજિયાત કરવામાં આવ્યો છે, જે ગ્રાહકોને સીધી રીતે ઉત્પાદનની અધિકૃતતા ચકાસવાની સુવિધા આપશે.
અમૂલના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયની જાણકારી આપતા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, બજારમાં ફેલાઈ રહેલા ડુપ્લિકેશન અને ભેળસેળને અટકાવવા માટે આ એક મોટી પહેલ છે. પ્રારંભિક તબક્કામાં અમૂલના દૂધ, ઘી અને માખણ સહિત મોટાભાગના મુખ્ય ઉત્પાદનો પર QR કોડ લગાવવાની શરૂઆત થઈ ચૂકી છે. આગામી દિવસોમાં બાકી રહેલા તમામ ઉત્પાદનો પર પણ આ સુવિધાનો અમલ કરવામાં આવશે.
)
આ QR કોડના માધ્યમથી સામાન્ય ગ્રાહક પોતાના સ્માર્ટફોન દ્વારા પ્રોડક્ટ પરનો કોડ સ્કેન કરીને તેની તમામ વિગતો મેળવી શકશે. આ કોડ સ્કેન કરતા જ ગ્રાહકને ઉત્પાદન ક્યાં બન્યું, ક્યારે પેક થયું અને તેની ગુણવત્તા સંબંધિત અન્ય મહત્ત્વપૂર્ણ માહિતી મળી રહેશે. આનાથી ગ્રાહકો નકલી વસ્તુઓ ખરીદવાની છેતરપિંડીથી બચી શકશે અને તેમના પૈસા વેડફાતા અટકશે.
અમૂલ દ્વારા લેવાયેલા આ પગલાને ગ્રાહકોના હિતમાં એક મોટો અને સકારાત્મક નિર્ણય ગણવામાં આવી રહ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં અમૂલના ઉત્પાદનો કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે. આવી સ્થિતિમાં, આ પ્રકારની પહેલ બ્રાન્ડ પ્રત્યેનો ગ્રાહક વિશ્વાસ જાળવી રાખવા માટે અત્યંત જરૂરી છે. આ નિર્ણય માત્ર ભેળસેળ અટકાવવામાં જ નહીં, પરંતુ સમગ્ર સપ્લાય ચેઇનને વધુ પારદર્શક બનાવવામાં પણ મદદ કરશે. આનાથી ભેળસેળખોરો અને ડુપ્લિકેશન કરતા તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.