એસજી હાઈવે પર AMTS બસ ભડકે બળી
સોલા સિવિલ પાસે દોડતી AMTS બસ બની આગનો ગોળો, મુસાફરોનો આબાદ બચાવ.

AMTS બસ ભડકે બળી

AMTS બસ ભડકે બળી
અમદાવાદના સૌથી વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર આજે સોમવારે સવારે એક મોટી હોનારત ટળી હતી. સોલા સિવિલ હોસ્પિટલ પાસે મુસાફરોથી ભરેલી AMTS બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ગણતરીની મિનિટોમાં જ આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. સદનસીબે, ડ્રાઈવરની સતર્કતાને કારણે તમામ મુસાફરો સમયસર નીચે ઉતરી જતા મોટી જાનહાનિ ટળી છે.
ઘટનાની વિગતો મુજબ, બસ જ્યારે સોલા સિવિલ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે એન્જિનના ભાગમાંથી ધુમાડો નીકળતા ડ્રાઈવરે તુરંત બસ ઉભી રાખી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ કારણ માનવામાં આવે છે, પરંતુ કડકડતી ઠંડીમાં પણ બસોમાં આગ લાગવાની વધતી ઘટનાઓએ તંત્રની જાળવણી પર ગંભીર સવાલો ઉભા થયા છે.
આશ્ચર્યની વાત એ છે કે, અમદાવાદમાં સમયાંતરે AMTS અને BRTS બસોમાં આગ લાગવાની ઘટનાઓ બને છે, છતાં સત્તાધીશો દ્વારા બસ ઓપરેટર કંપનીઓ સામે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. દર વખતે અકસ્માત બાદ તપાસના નામે માત્ર ફોર્મલિટી કરવામાં આવે છે અને બસને ખસેડીને મામલો થાળે પાડી દેવાય છે.
શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? ટેકનિકલ ખામી છે કે મેન્ટેનન્સનો અભાવ, તે બાબતે તપાસ કરવામાં એએમટીએસ વિભાગની નિષ્ક્રિયતા સામે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.