અમરોલીમાં ‘સાસુ-વહુ’ની ચોરીની જોડી!
ગ્રાહક બની વેપારીને ભોળવ્યો, ₹2 લાખની ચાંદીની પાયલ-ઝાંઝરી ઉડાવી; CCTVમાં કેદ સમગ્ર ખેલ

અમરોલીમાં ‘સાસુ-વહુ’ની ચોરીની જોડી!

અમરોલીમાં ‘સાસુ-વહુ’ની ચોરીની જોડી!
અમરોલીમાં સાસુ-વહુની ચોરીની ‘જોડી’ CCTVમાં કેદ! વેપારીને વાતોમાં ભોળવી ₹2 લાખના ચાંદીના દાગીના ઉડાવ્યા
સુરત: અમરોલી વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં સાસુ-વહુની જોડી ગ્રાહક બનીને આવી અને વેપારીને વાતોમાં ભોળવી ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી છે. સમગ્ર ચોરીની ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ગ્રાહક બની દુકાનમાં આવી સાસુ-વહુ
મળતી માહિતી મુજબ, અમરોલીના માનસરોવર સર્કલ પાસે આવેલા સતનામ જ્વેલર્સમાં સાસુ-વહુ ગ્રાહક બનીને આવી હતી. બંનેએ વેપારીને ચાંદીના દાગીના બતાવવા માટે કહ્યું હતું. વેપારી દાગીના બતાવવામાં વ્યસ્ત હતો ત્યારે બંનેએ તેની નજર ચૂકવવાનો પ્રયાસ કર્યો હતો.
900 ગ્રામ ચાંદીની પાયલ-ઝાંઝરીની ચોરી
આ દરમિયાન સાસુ-વહુએ આશરે 900 ગ્રામ વજનની 11 જોડી ચાંદીની પાયલ અને ઝાંઝરી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ચોરાયેલી ચાંદીના દાગીનાની કિંમત અંદાજે ₹2 લાખ હોવાનું જાણવા મળે છે. ચોરીની રીત પણ CCTVમાં કેદ થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, વહુએ ઝાંઝરી હાથમાં લીધી હતી, જ્યારે સાસુએ તેને પોતાના ચણિયામાં છુપાવી દીધી હતી. વેપારીને શંકા ન જાય તે રીતે બંનેએ દુકાનમાંથી રવાના થઈ જવાની કોશિશ કરી હતી.
CCTVમાં આખી ચોરીનો ઘટનાક્રમ કેદ
દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં સાસુ-વહુની હિલચાલ અને દાગીના ચોરવાની સમગ્ર ઘટના રેકોર્ડ થઈ હોવાનું સામે આવ્યું છે. ચોરીની જાણ થતાં દુકાન માલિકે અમરોલી પોલીસને જાણ કરી હતી.
અમરોલી પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાને પગલે અમરોલી પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે સાસુ-વહુની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા CCTVમાં કેદ થયેલા બંને મહિલાઓના ચહેરા અને તેમની હિલચાલના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલી સાસુ-વહુ દ્વારા ₹2 લાખની ચાંદીના દાગીનાની ચોરીની ઘટનાથી અમરોલી વિસ્તારમાં ચર્ચા જાગી છે. હવે પોલીસ તપાસ બાદ બંને મહિલાઓની ઓળખ અને ધરપકડ અંગે વધુ વિગતો સામે આવી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ