અજમેરમાં હોટલમાં લાગેલી આગમાં અમરેલીના દંપતી અને તેમના પુત્રનું મોત
આગ એટલી ભયાનક હતી કે લોકો ઉપરથી નીચે કુદ્યા હતા

આગ એટલી ભયાનક હતી કે લોકો ઉપરથી નીચે કુદ્યા હતા

આગ એટલી ભયાનક હતી કે લોકો ઉપરથી નીચે કુદ્યા હતા
અજમેરમાં ડિગ્ગી બજારમાં લાગેલી આગમાં અમરેલીના એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવન ગુમાવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગુરુવારે ડિગ્ગી બજારમાં આવેલી નાઝ હોટલમાં લાગેલી આગમાં અમરેલીના દંપતી અને તેમના પુત્રનું મોત થયું છે.
ગુરુવારે સવારે અજમેર શહેરમાં એક હોટલમાં આગ લાગવાથી અરાજકતા ફેલાઈ ગઈ હતી. અકસ્માત સમયે હોટલમાં 15 લોકો હાજર હતા. આગ સીડીઓ સુધી ફેલાઈ ગઈ હતી જેના કારણે લોકો બહાર નીકળી શક્યા નહીં અને હોટલમાં જ અટવાઈ ગયા. આ અકસ્માતમાં, ગુજરાતના એક દંપતી અને તેમના દોઢ વર્ષના પુત્ર સહિત ચાર લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ચાર લોકો દાઝી ગયા હતા. તેમની હાલત ગંભીર છે. પોતાને બચાવવા માટે, લોકોએ હોટલના ચોથા માળેથી કૂદી પડ્યા હતા. આખી ઇમારત માત્ર 30 મિનિટમાં બળીને ખાખ થઈ ગઈ.
હોટલમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ રોકાયા હતા. લગભગ સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો.હતો. આ બનાવમાં અમરેલીમાં લાઠીમાં રહેતા અલ્ફ્રેઝ નુરાની તેમની 26 વર્ષીય પત્ની શબનમબેન નુરાની અને ત્રણ વર્ષીય પુત્ર અરમાન નુરાનીનું મૃત્યુ નીપજ્યું હતું. તેઓ અજમેર શરીફ દર્શન કરવા ગયા હતા. બનાવના પગલે લાઠીમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. ત્રણેયના મૃતદેહ આજે લાઠી લાવવામાં આવશે.
આ પણ વાંચો--- દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ, છત પડવાથી 4 ના મોત
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.