સ્માર્ટ રોડ: 18 મીટરનો રસ્તો 9 મીટરનો કરી નાખ્યો
સ્માર્ટ રોડ પ્રોજેક્ટ હેઠળ 18 મીટર પહોળા રસ્તાને અધિકારીઓએ 9 મીટરનો કરી દેતા વિવાદ સર્જાયો

સી જી રોડ

સી જી રોડ
AMC દ્વારા હાથ ધરવામાં આવતા પ્રોજેક્ટ્સ ઘણીવાર તેની અજીબ કામગીરીને કારણે ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ આ વખતે 'સ્માર્ટ રોડ' પ્રોજેક્ટના નામે એક નવો જ છબરડો સામે આવ્યો છે. શહેરના પોશ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સેવા સમાજ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18 મીટર પહોળા રસ્તાને સ્માર્ટ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. જોકે, આ સ્માર્ટ રોડ પ્રોજેક્ટમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં સ્માર્ટનેસના નામે રસ્તાની પહોળાઈ ઘટાડીને અડધી કરી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્થળ પર પહોંચીને અધિકારીઓનો ઉધડો લીધો હતો.
વાહનોની અવર-જવર માટેનો મુખ્ય રસ્તો
વિગતો મુજબ, સીજી રોડ અને લો-ગાર્ડન વિસ્તારને જોડતા રસ્તાઓને આધુનિક બનાવવા માટે રૂપિયા 100 કરોડનો સ્માર્ટ રોડ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ મીઠાખળી 6 રસ્તાથી ગિરીશ કોલ્ડ્રિંક્સ સુધીનો રસ્તો જે મૂળભૂત રીતે 18 મીટર પહોળો છે, તેને ડેવલપ કરવાની જવાબદારી સ્કાય વે ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાક્ટરને સોંપાઈ હતી. નવાઈની વાત એ છે કે, સ્માર્ટ રોડ પ્રોજેક્ટની નવી ડિઝાઈન મુજબ વિશાળ ફૂટપાથ, ગટર માટેની ડક અને પાર્કિંગની જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ આ બધું કરવામાં વાહનોની અવર-જવર માટેનો મુખ્ય રસ્તો માત્ર 9 મીટરનો જ બચ્યો હતો.
પેવર બ્લોક નાખીને રસ્તો સાંકડો કર્યો
આ ગંભીર છબરડો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ડેપ્યુટી મેયર જતીન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે જોયું કે, પેવર બ્લોક નાખીને રસ્તો સાંકડો કરવામાં આવી રહ્યો છે, જેનાથી ભવિષ્યમાં ભયાનક ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે તેમ હતી. સ્માર્ટ રોડ પ્રોજેક્ટની આવી વિચિત્ર ડિઝાઈન જોઈને ચેરમેને તુરંત જ રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવીને ખખડાવ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો હતો કે, જ્યાં સુધી રોડની પહોળાઈ 18 મીટર જળવાઈ ન રહે ત્યાં સુધી કામગીરી આગળ વધારવી નહિ અને હાલ આ પ્રોજેક્ટ સ્થગિત કરી દેવો.
એન્જિનિયરોની કાર્યક્ષમતા સામે પણ સવાલો ઉઠ્યા
હવે આ સ્માર્ટ રોડ પ્રોજેક્ટ વિવાદમાં આવતા મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર પોતે સ્થળની મુલાકાત લઈને સમીક્ષા કરશે. ભાજપના પદાધિકારીઓએ પણ અધિકારીઓ સામે તપાસની માંગ કરી છે કે, આટલી નબળી ડિઝાઈન કોણે પાસ કરી? PMC અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે જનતાના નાણાંનો વેડફાટ થતો હોવાની આશંકા વચ્ચે હવે એવી સૂચના અપાઈ છે કે, ફૂટપાથ કે પાર્કિંગના ભોગે ટ્રાફિકની સમસ્યા વધવી જોઈએ નહિ. સ્માર્ટ રોડ પ્રોજેક્ટના નામે રસ્તા ટૂંકા કરવાની આ નીતિને કારણે હવે એએમસીના એન્જિનિયરોની કાર્યક્ષમતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.