ATSએ અલકાયદા સાથે સંકળાયેલી યુવતીની કરી ધરપકડ
ગુજરાત ATSએ અલકાયદા સાથે સંકળાયેલી સમા પરવીનને બેંગલુરુથી ઝડપી

અલકાયદા સાથે સંકળાયેલા 4 આતંકી

અલકાયદા સાથે સંકળાયેલા 4 આતંકી
ગુજરાત ATSએ એક મોટી સફળતા હાંસલ કરતા બેંગલુરુથી અલકાયદા સાથે સંકળાયેલી યુવતી સમા પરવીનની ધરપકડ કરી છે. સમા પરવીનનું નામ તાજેતરમાં 23 જુલાઈએ પકડાયેલા 4 આતંકવાદીઓ સાથે જોડાઈને બહાર આવ્યું હતું. આ 4 આતંકીઓમાંથી 2 ગુજરાતના અમદાવાદ અને મોડાસા શહેરના હતા જ્યારે 2 દિલ્હીના નોઈડા અને ઉત્તર પ્રદેશથી પકડાયા હતા.
તપાસમાં ખુલાસો થયો છે કે, આ પાંચેય લોકો અલકાયદા ઈન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ (AQIS) સાથે જોડાયેલા છે અને ભારતમાં જેહાદ અને શરિયતના વિચારનો પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયા અને કેટલીક શંકાસ્પદ એપ્લિકેશનોનો ઉપયોગ કરી રહ્યા હતા. ગુજરાત ATSને મળેલી માહિતી અનુસાર, સમા પરવીન સોશિયલ મીડિયા પર લોકો સાથે સંપર્ક સાંધીને તેમને જેહાદ માટે પ્રેરણા આપતી હતી અને પોતાનાં સંગઠનમાં જોડવા માટે પ્રયાસ કરતી હતી.
આ પણ વાંચો: ગુજરાત ATS દ્વારા અલકાયદા સાથે સંકળાયેલા 4ની ધરપકડ
ATSના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમા પરવીનના સંપર્કમાં આવેલા 4 લોકો પહેલા જ પકડાઈ ચૂક્યા છે. આ આધારે સમા પરવીનના પત્રાવળો અને ડિજિટલ ડેટાની તપાસ બાદ તેને બેંગલુરુમાંથી ઝડપી લેવામાં આવી છે. ગુજરાત ATS દ્વારા બેજોડ ચાંપતી નજરથી અલકાયદાની દેશભરમાં ફેલાતી જાળને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: Bengal : પહલગામ બાદ હવે કમાન્ડો નિશાન પર, અલકાયદાની ખુલ્લી ધમકી, પોલીસ તપાસ શરૂ!
આ આતંકીઓ ખાસ કરીને ઓપરેશન સિંદૂર જેવા જોખમ ભરેલા મિશન સાથે જોડાયેલા હતા. તેઓ જેહાદના લિટરેચર અને કન્ટેન્ટને ગ્રુપમાં પોસ્ટ કરીને લોકોને રેડિકલ બનાવી રહ્યા હતા. ગુજરાતમાં અરવલ્લી, દિલ્હી, નોઈડા અને ઉત્તર પ્રદેશમાં તેમનું એક્ટિવ નેટવર્ક હતું. ATSએ લાંબા સમયથી તેમની રડાર ઉપર નજર રાખી હતી અને આખરે સફળતાપૂર્વક તેમની ધરપકડ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!