અમદાવાદની કિશોરી સાથે આબુમાં છેતરપિંડી અને કુકર્મ
ન્યૂ યર પાર્ટીમાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી દુષ્કર્મ આચર્યું; વીડિયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો

અમદાવાદની કિશોરી સાથે આબુમાં કુકર્મ

અમદાવાદની કિશોરી સાથે આબુમાં કુકર્મ
અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી એક 17 વર્ષીય કિશોરી સાથે વિશ્વાસઘાત અને ક્રૂરતાની પરાકાષ્ઠા સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
નવા વર્ષની પાર્ટી ઉજવવાના બહાને માઉન્ટ આબુ લઈ જઈ આ કિશોરીને નશીલો પદાર્થ પીવડાવી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાના કેટલાક મહિનાઓ બાદ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
ઓનલાઈન મિત્રતા બની આફત
પીડિતાએ પોલીસને જણાવ્યું કે અંદાજે એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ દ્વારા તેની મુલાકાત ૧૪ વર્ષની એક સગીરા સાથે થઈ હતી. 30 ડિસેમ્બર, 2025ના રોજ આ સગીરાએ પીડિતાને ફોન કરી માઉન્ટ આબુમાં ન્યૂ યર સેલિબ્રેશન માટે આમંત્રણ આપ્યું હતું. પીડિતા અમદાવાદથી કલોલ ગઈ અને ત્યાંથી આ સગીરા તથા એક 26 વર્ષીય યુવક સાથે ટ્રેન મારફતે આબુ પહોંચી હતી.
કોલ્ડ્રિંકમાં નશીલો પદાર્થ
31 ડિસેમ્બરના રોજ હોટલના રૂમમાં પાર્ટી દરમિયાન આરોપીઓએ પીડિતાને કોલ્ડ્રિંક પીવા આપ્યું હતું, જેમાં નશીલો પદાર્થ ભેળવવામાં આવ્યો હતો. પીડિતા બેભાન થઈ ગયા બાદ 26 વર્ષીય યુવકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે 14 વર્ષની સગીરા આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી રહી હતી. હોશમાં આવ્યા બાદ પીડિતાને શંકા ગઈ હતી પરંતુ આરોપીઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.
વીડિયો વાયરલ થતા થઈ જાણ
બુધવારે જ્યારે એક અન્ય છોકરીએ પીડિતાને જણાવ્યું કે સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં તેનો વાંધાજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, ત્યારે તેને પોતાની સાથે થયેલા અન્યાયની ખબર પડી. વીડિયોમાં આરોપી યુવક દુષ્કર્મ કરતો અને 14 વર્ષની કિશોરી વીડિયો શૂટ કરતી જોવા મળી રહી છે.
રાણીપ પોલીસે આ મામલે ગેંગરેપ, નશીલો પદાર્થ પીવડાવી ઈજા પહોંચાડવી, અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે કલોલથી 26 વર્ષીય આરોપી યુવકની ધરપકડ કરી છે, જ્યારે ષડયંત્રમાં સામેલ 14 વર્ષની સગીરાને પોલીસ દેખરેખ હેઠળ લેવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.