અમદાવાદ: નરોડામાં દબાણ હટાવતી ટીમ પર પથ્થરમારો
નરોડામાં AMC અને પોલીસની ટીમ પર લારીવાળાઓનો હુમલો

નરોડા પથ્થરમારો

નરોડા પથ્થરમારો
નરોડામાં ગેરકાયદે દબાણ હટાવવા ગયેલી મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમ પર હિંસક હુમલો
અમદાવાદ શહેરમાં વકરતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પોલીસ સાથે મળીને મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત શહેરના ઉત્તર ઝોનના નરોડા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન હિંસક ઘટના સામે આવી છે.
ગઈકાલે રાત્રે જ્યારે AMCના એસ્ટેટ વિભાગની ટીમ અને પોલીસ કાફલો નરોડા GEB રોડ પર આવેલી શાકભાજી માર્કેટ પાસે ગેરકાયદે દબાણો દૂર કરવા પહોંચ્યો હતો, ત્યારે સ્થાનિક લારીવાળાઓએ વિરોધ કર્યો હતો. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને લારીધારકોના ટોળાએ મ્યુનિસિપલ કર્મચારીઓ અને પોલીસ જવાનો પર અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
આ આકસ્મિક હુમલાને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પથ્થરમારાની આ ઘટનામાં એક પોલીસ જવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલા બાદ પોલીસે કડક વલણ અપનાવી પથ્થરમારો કરનારા તત્વોની લારીઓ અને સામાન જપ્ત કરી લીધો હતો.
હાલમાં પોલીસે ફરજ પરના સરકારી કર્મચારીઓ પર હુમલો કરવા બદલ અને હિંસા ભડકાવવા બદલ સંબંધિત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે નરોડા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.