રખડતાં ઢોરના 'નાક' સ્કેન કરીને માલિકની ધરપકડ
AI અને CCTVની મદદથી ગાયની 'નોઝ પ્રિન્ટ' સ્કેન કરી ઓળખ કરવાની હાઈટેક સિસ્ટમ અમલી બનશે

રખડતાં ઢોર

રખડતાં ઢોર
અમદાવાદ શહેરમાં રખડતા પશુઓના કારણે સર્જાતા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાને ડામવા માટે રાજ્ય સરકાર હવે AIનો સહારો લેશે. ગાંધીનગર સ્થિત ‘AI સેન્ટર ઓફ એક્સલન્સ’ દ્વારા એક ખાસ ડીપ લર્નિંગ મોડલ વિકસાવવામાં આવી રહ્યું છે. આ ટેકનોલોજીની વિશેષતા એ છે કે, તે ભીડભાડ વાળા વિસ્તારોમાં પણ CCTV કેમેરાની મદદથી ગાયોની ઓળખ કરી શકશે. આ અમદાવાદ AI કેટલ કંટ્રોલ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના માર્ગો પર રખડતા પશુઓના ફોટા પાડીને તેના માલિકોનું નામ ક્ષણવારમાં શોધી કાઢવામાં આવશે, જેનાથી તંત્રને દંડકીય કાર્યવાહી કરાશે.
ગાયો રસ્તા પર છોડીને ભાગી શકશે નહિ
આ પ્રોજેક્ટની સૌથી રસપ્રદ બાબત 'નોઝ પ્રિન્ટ' ટેકનોલોજી છે. નિષ્ણાતોના મતે, જે રીતે દરેક મનુષ્યની ફિંગરપ્રિન્ટ અલગ હોય છે, તે જ રીતે દરેક ગાયના નાકની ડિઝાઈન પણ અનન્ય હોય છે. આ AI મોડલ ગાયના નાક, આંખ અને ચહેરાના વિશિષ્ટ નિશાનને સ્કેન કરશે. જ્યારે પણ કોઈ ગાય રસ્તા પર રખડતી દેખાશે, ત્યારે સ્માર્ટ CCTV તેને સ્કેન કરી કોર્પોરેશનના ડેટાબેઝ સાથે મેચ કરશે. આ અમદાવાદ AI કેટલ કંટ્રોલ સિસ્ટમ સફળ થતા જ માલિકો હવે પોતાની ગાયો રસ્તા પર છોડીને ભાગી શકશે નહિ, કારણ કે પશુની ઓળખ થતા જ માલિકના સરનામે નોટિસ પહોંચી જશે.
RFID ટેગ અને માઇક્રોચીપનો ઉપયોગ કરાશે
અત્યાર સુધી AMC દ્વારા રખડતાં પશુઓની ઓળખ માટે RFID ટેગ અને માઇક્રોચીપનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે, આ પ્રક્રિયા મેન્યુઅલ હતી અને કર્મચારીઓએ ગાયની ખૂબ નજીક જવું પડતું હતું, જેમાં ઘણીવાર પશુઓના હુમલાનું જોખમ રહેતું હતું. આ નવી AI કેટલ કંટ્રોલ સિસ્ટમ 126 જેટલા સ્માર્ટ કેમેરા સાથે લિંક હશે, જે ઓટોમેટિક રીતે કામ કરશે. આનાથી કોર્પોરેશનની કામગીરી વધુ ઝડપી અને સુરક્ષિત બનશે અને મેન્યુઅલ પ્રક્રિયામાંથી મુક્તિ મળશે.
AI કેટલ કંટ્રોલ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય
અમદાવાદમાં હાલમાં આશરે 1.10 લાખ ગાયોમાં RFID ટેગ લગાડવામાં આવ્યા છે. આ તમામ ડેટાને હવે AI મોડલ સાથે ઈન્ટિગ્રેટ કરવામાં આવશે. હાલમાં આ પ્રોજેક્ટ પાયલટ ધોરણે શરૂ કરવામાં આવ્યો છે અને ગિફ્ટ સિટી સ્થિત સેન્ટર ઓફ એક્સલન્સના આ પ્રયાસથી અમદાવાદ પશુ નિયંત્રણ માટે ‘ફેશિયલ રેકગ્નિશન’ જેવી સિસ્ટમ વાપરનાર દેશનું પ્રથમ શહેર બની શકે છે. આ AI કેટલ કંટ્રોલ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર સુરક્ષા વધારવાનો અને અકસ્માતો ઘટાડવાનો છે. જો આ મોડલ સફળ રહેશે, તો તેને રાજ્યના અન્ય શહેરો જેવા કે સુરત, વડોદરા અને રાજકોટમાં પણ લાગુ કરવામાં આવશે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.