Ahmedabad : લાઈટ જશે? ટોરેન્ટ પાવરનો વીજ પુરવઠા અંગે મોટો ખુલાસો
ટોરેન્ટ પાવરે અમદાવાદમાં 2 અને 3 મેંના રોજ વીજ પુરવઠો ઠપ્પ થવાની શક્યતા અંગે ખુલાસો કર્યો...

2-3 મેં લાઈટ ડૂલ!

2-3 મેં લાઈટ ડૂલ!
અમદાવાદ શહેરમાં આગામી 2 અને 3 મેંના રોજ વીજ પુરવઠો ખોરવાઈ શકે છે, જેને લઈને ટોરેન્ટ પાવરે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. કંપનીએ જણાવ્યું છે કે, શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ બે દિવસ દરમિયાન વીજ પુરવઠો ઠપ્પ થવાની શક્યતા છે.
જો કે, ટોરેન્ટ પાવરે સ્પષ્ટતા કરી છે કે આ કામગીરી તબક્કાવાર કરવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, એક સમયે માત્ર એક જ ટ્રાન્સફોર્મરને બંધ કરીને જરૂરી સમારકામ અથવા જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવશે.
ટોરેન્ટ પાવરે દાવો કર્યો છે કે, એક વિસ્તારમાં અંદાજે 14 જેટલા ટ્રાન્સફોર્મર કાર્યરત હોવાથી, એક ટ્રાન્સફોર્મર બંધ થવા છતાં પણ વીજ પુરવઠા પર કોઈ મોટી અસર નહીં થાય. તેમ છતાં, જે વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે, ત્યાંના ગ્રાહકોને આ અંગે અગાઉથી જ SMS દ્વારા જાણ કરી દેવામાં આવશે.
કંપનીના જણાવ્યા અનુસાર, જે ટ્રાન્સફોર્મરમાં કામગીરી ચાલશે, ત્યાં અંદાજે 3 કલાક સુધી વીજ પુરવઠો પ્રભાવિત થઈ શકે છે. ટોરેન્ટ પાવર દ્વારા આ કામગીરી વીજ પુરવઠાને વધુ સુદૃઢ બનાવવા અને ભવિષ્યમાં થતી ખામીઓને નિવારવા માટે કરવામાં આવી રહી છે. ગ્રાહકોને આ કામગીરી દરમિયાન સહકાર આપવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.