Ahmedabad Plane Crash : મૃતકોના પરિવારને ₹1 કરોડ, મેડિકલ ખર્ચ અને હોસ્ટેલ નિર્માણનો બોજ ઉઠાવશે Tata Group...
અમદાવાદમાં થયેલા ભયાવહ પ્લેન ક્રેશ બાદ ટાટા ગ્રુપે સંવેદનશીલ નિર્ણય લીધો...

Tata Group નો ઐતિહાસિક નિર્ણય...

Tata Group નો ઐતિહાસિક નિર્ણય...
અમદાવાદ (Ahmedabad)માં બનેલી ભયાવહ એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 દુર્ઘટના (Plane Crash)માં જ્યાં સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે, ત્યારે Tata Group એ એક ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લઈને પીડિતોના પરિવારોને હિંમત આપી છે. Tata Group એ આ દુર્ઘટના (Plane Crash)માં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને ₹1 કરોડની માતબર સહાય રાશિ આપવાની ઘોષણા કરી છે. આ સાથે જ, ઘાયલોના મેડિકલ ખર્ચ અને બી.જે. મેડિકલના છાત્રાલયના પુનઃનિર્માણની જવાબદારી પણ Tata Group ઉઠાવશે.
Tata Group ની સંવેદના અને પ્રતિબદ્ધતા...
Tata Group વતી ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને આ દુર્ઘટના (Plane Crash) પર ગહેરો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલા એક પોસ્ટમાં જણાવ્યું છે કે, "એર ઇન્ડિયા ફ્લાઇટ 171 સાથે જોડાયેલી દુ:ખદ ઘટનાથી અમે અત્યંત દુઃખી છીએ. આ સમયે અમે જે દુખ અનુભવી રહ્યા છીએ તેને શબ્દોમાં બયાન કરી શકાતું નથી. અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ તે પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ ઘાયલ થયા છે."
ચંદ્રશેખરને ભારપૂર્વક જણાવ્યું કે, "અમે આ અકલ્પનીય સમયમાં પ્રભાવિત પરિવારો અને સમુદાયો સાથે ઊભા છીએ." Tata Groupનો આ નિર્ણય માત્ર આર્થિક મદદ પૂરતો સીમિત નથી, પરંતુ તે દર્શાવે છે કે એક મોટી કોર્પોરેટ સંસ્થા કેવી રીતે માનવતા અને સામાજિક જવાબદારી પ્રત્યે પ્રતિબદ્ધ રહી શકે છે.
આ પણ વાંચો : Ahmedabad માં કાળમુખા પ્લેન ક્રેશ વચ્ચે ચમત્કાર: સીટ ૧૧એ પરથી એક મુસાફર જીવિત મળ્યો...
કાળમુખો અકસ્માત અને તેની વિગતો...
અમદાવાદ (Ahmedabad)થી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરનાર એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન AI-171 આજે બપોરે ઉડાન ભર્યાના થોડા જ સમય બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં 232 યાત્રીઓ અને 10 ક્રૂ સભ્યો સવાર હતા. રિપોર્ટ્સ અનુસાર, વિમાન ઉડાન ભર્યા બાદ માત્ર 174 નોટ (322 કિમી/કલાક)ની જ ગતિ પ્રાપ્ત કરી શક્યું હતું.
આ પણ વાંચો : Ahmedabad Plane Crash માં પૂર્વ CM વિજય રૂપાણીનું અવસાન, CR પાટીલે કરી સત્તાવાર પુષ્ટિ!
પ્રાથમિક અહેવાલો મુજબ, ઉડાન ભર્યાના થોડા જ સમય બાદ પાયલોટે સંકટનો સંકેત (Mayday Call) જારી કર્યો હતો. જોકે, આ પ્રારંભિક Mayday Call પછી કોકપિટ અને એર ટ્રાફિક કંટ્રોલર વચ્ચે કોઈ વધુ સંવાદ થયો ન હતો, જે દુર્ઘટના (Plane Crash)ની ભયાવહતા દર્શાવે છે. આ ઘટનાએ ફરી એકવાર વિમાની સલામતીના પ્રોટોકોલ્સ અને ટેકનિકલ ખામીઓના મુદ્દાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. Tata Group નો આ સહાયનો હાથ દુર્ઘટના (Plane Crash)ના ઘા રૂઝાવવામાં મદદરૂપ થશે.
આ પણ વાંચો : Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશ પર પાકિસ્તાનનું આવ્યું પ્રથમ રિએક્શન...
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.