Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશ પર પાકિસ્તાનનું આવ્યું પ્રથમ રિએક્શન...
આ ઘટનામાં 242 લોકો સવાર હતા, જેમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય...

વૈશ્વિક નેતાઓનો આઘાત અને સંવેદના...

વૈશ્વિક નેતાઓનો આઘાત અને સંવેદના...
આજે બપોરે અમદાવાદમાં એક હૃદય કંપાવનારી ઘટના બની છે. એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171, જે અમદાવાદથી લંડન જઈ રહી હતી, તે ટેકઓફ થયાના ગણતરીના જ સમયમાં ભયાવહ રીતે ક્રેશ થઈ ગઈ. આ દુર્ઘટનાએ સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય જગતને સ્તબ્ધ કરી દીધું છે, જ્યાં મેઘાણીનગર IGP વિસ્તારમાં વિમાન પડતા જ મોટો વિસ્ફોટ થયો અને ભયાવહ દ્રશ્યો સર્જાયા.
દુર્ઘટના અને તેના ભયાવહ પરિણામો...
આ કરુણાંતિકા સમયે વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા. તેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકોનો સમાવેશ થતો હતો, જેના કારણે આ ઘટનાએ વૈશ્વિક સ્તરે ચિંતા જગાવી છે. વિમાનનું સંચાલન અનુભવી કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર કરી રહ્યા હતા. ટેકઓફ બાદ તરત જ, આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાયા અને પ્લેન જમીન પર પટકાતા જ મોટો વિસ્ફોટ થયો, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો.
આ પણ વાંચો : Ahmedabad માં આકાશી આફત, પ્લેન ક્રેશ બાદ વિનાશનું તાંડવ, કાટમાળ અને મૃતદેહોના દ્રશ્યોથી શહેર સ્તબ્ધ! Photos
વૈશ્વિક નેતાઓનો આઘાત અને સંવેદના...
• આ દુર્ઘટનાના સમાચાર મળતા જ વિશ્વભરના નેતાઓએ શોક અને સંવેદના વ્યક્ત કરી છે...
• પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આ દુખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો અને ભારત પ્રત્યે ઊંડી સંવેદના પાઠવી.
• બ્રિટિશ PM કીર સ્ટાર્મરે પણ આ ઘટનાને ભયાવહ ગણાવી અને બ્રિટિશ નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી.
• ભારતના PM નરેન્દ્ર મોદીએ આ ઘટનાને "હૃદયવિદારક" ગણાવી અને જણાવ્યું કે, આ દુર્ઘટનાએ સૌને સ્તબ્ધ અને દુઃખી કર્યા છે. તેમણે તાત્કાલિક રાહત અને સહાય માટે તંત્રને તાકીદ કરી છે.
આ ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. DGCA દ્વારા દુર્ઘટનાના કારણો જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ ભયાવહ અકસ્માતે ફરી એકવાર વિમાની સલામતી અને જાળવણી પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.
આ પણ વાંચો : Ahmedabad માં પ્લેન ઇન્ટર્ન ડોક્ટર્સની હોસ્ટેલ પર પડ્યું, સફેદ કફન ખૂટતાં મહિલાઓએ સાડીઓ આપી!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.