Ahmedabad Plane Crash : મૃતદેહોની ઓળખ પડકારરૂપ, DNA મેચિંગની જટિલ પ્રક્રિયા વેગવંતી...
મૃતદેહના અવશેષો, ખાસ કરીને હાડકાં કે દાંતમાંથી DNA પાવડર બનાવીને તેને ખાસ મશીનોમાં આઇસોલેટ કરવામાં આવે...

હાડકાં અને દાંત બન્યા આધાર...

હાડકાં અને દાંત બન્યા આધાર...
12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટના બાદ મૃતકોની ઓળખ માટે DNA મેચિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે અને સતત 24 કલાક ચાલી રહી છે. FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ડિરેક્ટર હેમંત.પી. સંઘવીએ આ અત્યંત જટિલ અને સંવેદનશીલ પ્રક્રિયા વિશે માહિતી આપી હતી.
જટિલ DNA ઓળખ પ્રક્રિયા...
સંઘવીએ જણાવ્યું કે, "દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના અવશેષોમાંથી DNA મેળવવાની પ્રક્રિયા અત્યંત જટિલ અને ચોકસાઈભરી હોય છે." આ પ્રક્રિયામાં...
• મૃતદેહના અવશેષો, ખાસ કરીને હાડકાં કે દાંતમાંથી DNA પાવડર બનાવવામાં આવે છે.
• ત્યારબાદ આ પાવડરને ખાસ મશીનોમાં આઇસોલેટ (અલગ) કરવામાં આવે છે.
• સૌથી મહત્ત્વનો તબક્કો એ છે કે, 23 એલિલ (Allele) મેચ થયા પછી જ મૃતકની ઓળખ તેમના પરિવારજનો સાથે પ્રસ્થાપિત થાય છે. આ એક લાંબી અને ટેકનિકલ પ્રક્રિયા છે જેમાં સહેજ પણ ભૂલને અવકાશ નથી.
• વધુમાં, પિતા-પુત્રના કેસમાં Y ક્રોમોઝોમ ટેસ્ટિંગ દ્વારા પણ ખાતરી કરવામાં આવે છે, જે વંશવેલાની સચોટ ઓળખ પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ થાય છે.
આ પણ વાંચો : Ahmedabad : પ્લેન ક્રેશની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે, UK, USA અને ICAO ની ટીમો સક્રિય, રહસ્યો ખુલશે?
FSL ની સરાહનીય કામગીરી...
FSL દ્વારા આટલા મોટા પાયે થયેલી દુર્ઘટનામાં અત્યંત ટૂંકા સમયમાં વધુતર DNA મેચિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે, જે તેમની કાર્યક્ષમતા અને ટેકનિકલ કુશળતાનો દાખલો પૂરો પાડે છે. મૃતકોના પરિવારજનોને વહેલી તકે તેમના સ્વજનોના પાર્થિવ દેહ મળી રહે તે માટે FSL ની ટીમ અવિરતપણે કાર્યરત છે.
આ પણ વાંચો : Ahmedabad PLane Crash : પૂર્વ CM વિજય રૂપાણીના નિધન પર DNA ટેસ્ટની મહોર, રાજકોટમાં અંતિમ વિદાય
આ દુર્ઘટનામાં જ્યાં એક તરફ શોક અને દુઃખનો માહોલ છે, ત્યાં બીજી તરફ ફોરેન્સિક નિષ્ણાતોની આ મહેનત સરાહનીય છે, જે પીડિત પરિવારોને આ કપરા સમયમાં થોડી રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad Plane Crash : શોકગ્રસ્ત પિતાની અપીલ, 'મારી દીકરી દાખલ છે, થોડી માનવતા રાખો!' Video
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!