ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પાસે યુવકની હત્યા
આકાશ ઓડની BGMI ગેમ રમવા બાબતે થયેલી જૂની અદાવતમાં પડોશી લાલા રાઠોડે છરીના ઘા ઝીંકી હત્યા

યુવકની હત્યા

યુવકની હત્યા
અમદાવાદ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ પોલીસ સ્ટેશનની નજીક જ હત્યાનો વધુ એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાંચની કચેરીથી માત્ર 100 મીટરના અંતરે મોડી રાત્રે એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટના પાછળનું કારણ જાણીને સૌ કોઈ ચોંકી ગયા છે. મળતી માહિતી મુજબ, BGMI ગેમ રમવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને આ હત્યા કરવામાં આવી છે. પોલીસની નાક નીચે જ બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો છે.
લાલા રાઠોડે સાગરીતો સાથે મળીને આકાશની રેકી કરી
મૃતક યુવકની ઓળખ આકાશ ઓડ તરીકે થઈ છે, જે જમાલપુર પીરભાઈ ધોબીની ચાલીમાં રહેતો હતો અને રતનપોળની સાડીની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. 2 દિવસ પહેલા આકાશ અને તેના પડોશમાં રહેતા લાલા રાઠોડ વચ્ચે BGMI ગેમ રમતી વખતે ગાળાગાળી થઈ હતી. જોકે, મિત્રોએ વચ્ચે પડીને સમાધાન કરાવી દીધું હતું, પરંતુ લાલો રાઠોડ મનમાં અદાવત રાખીને બેઠો હતો. ગત 21 જાન્યુઆરીની રાત્રે જ્યારે આકાશ નોકરી પરથી પરત ફરી રહ્યો હતો, ત્યારે લાલા રાઠોડે તેના સાગરીતો સાથે મળીને આકાશની રેકી કરી હતી અને ક્રાઈમ બ્રાંચ પાસે તેને આંતરીને હુમલો કર્યો હતો.
આકાશનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત
હત્યાની આ ઘટના અત્યંત ક્રૂર હતી. લાલા રાઠોડે પોતાની બર્ગમેન બાઈક આકાશની બાઈક સાથે અથડાવીને તેને પાડવાનો પ્રયાસ કર્યો હતો. આકાશ બાઈક પરથી ઉતરીને રિક્ષાઓ પાસે ભાગ્યો ત્યારે લાલો અને તેના સાગરીત શાહિદખાન પઠાણે તેને પકડી લીધો હતો. આરોપીઓએ આકાશ પર છરીના ઉપરા-છાપરી ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો ભયાનક હતો કે, આકાશના પેટના આંતરડા બહાર નીકળી ગયા હતા અને માથાના ભાગે પણ ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર ઈજાઓને કારણે આકાશનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
બનાવની જાણ થતા જ ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી લાલો રાઠોડ અને તેના મિત્ર શાહિદખાન પઠાણની ધરપકડ કરી લીધી છે. ચાર વર્ષ પહેલા જ લગ્નગ્રંથિથી જોડાયેલા આકાશના અવસાનથી તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.