અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂ. 15,502 કરોડનું બજેટ રજૂ
એમ. થેન્નારેસને રજુ કરેલા રૂ. 14,001 કરોડના બજેટમાં લોકના સૂચનોના આધારે રૂ. 1,501 કરોડનો વધારો કરવામાં આવ્યો

AMC નું 15,502 કરોડનું બજેટ રજૂ

AMC નું 15,502 કરોડનું બજેટ રજૂ
અમદાવાદ: રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા રૂ. 14,001 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું. જે બાદ ભાજપના સત્તાધીશો દ્વારા લોકના સૂચનોના આધારે રૂ. 1,501 કરોડનો વધારો કરીને કુલ રૂ. 15,502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. આજે 14 ફેબ્રુઆરી, શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું.
એડવાન્સ ટેક્સ ભરનારને મળશે વિશેષ રાહતAMCના બજેટમાં એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓ માટે ખાસ રાહત જાહેર કરવામાં આવી છે. હવે એડવાન્સ ટેક્સ ભરનારને 12% રિબેટ મળશે, જ્યારે ઓનલાઇન ચુકવણી માટે વધારાના 1% અને સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારા માટે કુલ 15% સુધીની રાહત આપવામા આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈનો પ્રોપર્ટી ટેક્સ રૂ. 100 હોય, તો તેને રૂ. 15 સુધીનો ફાયદો થશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદનબજેટ રજૂ કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, આ બજેટ અમદાવાદના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. 'વિકસિત ભારત 2047'ના સંદર્ભમાં 'વિકસિત અમદાવાદ 2047'નું દ્રષ્ટિકોણ અપનાવ્યું છે. આ બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય છે શહેરીજનો માટે વધુ સુવિધાઓનો વિકાસ.
મેયર પ્રતિભા જૈનનું નિવેદનમેયર પ્રતિભા જૈને જણાવ્યું કે, શહેરના પ્રજાલક્ષી વિકાસને પ્રાધાન્ય આપી તમામ વોર્ડમાં સમાન વિકાસ થાય તે માટે રૂ. 1,501 કરોડના વધારા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
શહેરમાં કઈ મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી?સ્પોર્ટ્સ વિકાસ માટે: વિવિધ વોર્ડમાં ઓવરબ્રિજ નીચે અને પ્લે ગ્રાઉન્ડ માટે 20 કરોડનો ખર્ચ થશે.
ગાર્ડન અને હરિયાળી વિકાસ: પ્રહલાદનગર, બોપલ, ચાંદખેડા, વસ્ત્રાલ, બાપુનગર, રાણીપ સહિત વિવિધ વિસ્તારોમાં 20 કરોડના ખર્ચે ગાર્ડન અને મીરર ગાર્ડન બનાવાશે.
સોલાર એનર્જી: પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 20 કરોડના ખર્ચે સોલાર પાર્ક બનાવાશે.
ટ્રાફિક વ્યવસ્થાના સુધારા માટે: શહેરના વિવિધ મહત્ત્વના સ્થળોએ લેફ્ટ-ટર્ન ફ્રી કરવા માટે 10 કરોડ ખર્ચાશે.
લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ: બાપુનગરમાં આ સ્ટેડિયમને 10 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે.
આ બજેટ વડે અમદાવાદના વિકાસને વધુ વેગ મળવાની અપેક્ષા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.