અમદાવાદ ફ્લાવર શો 2026નું જાણી લો ટાઈમટેબલ
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર શો ૨૦૨૬નો પ્રારંભ, ગિનિસ રેકોર્ડની માહિતી પણ જાણો..

અમદાવાદ ફ્લાવર શો 2026

અમદાવાદ ફ્લાવર શો 2026
અમદાવાદના આંગણે ફરી એકવાર રંગબેરંગી ફૂલોનો મહોત્સવ શરૂ થયો છે. નવા વર્ષના પ્રથમ દિવસથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે '૧૪મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-૨૦૨૬' ખુલ્લો મુકવામાં આવ્યો છે.
આ વર્ષની થીમ 'ભારત એક ગાથા' છે, જે ફૂલોના માધ્યમથી દેશના ગૌરવશાળી ઇતિહાસ અને આધુનિક સિદ્ધિઓની સફર કરાવે છે.
મુખ્ય આકર્ષણો
આ વર્ષે ફ્લાવર શોમાં માત્ર સુંદરતા જ નહીં, પરંતુ ઈતિહાસ રચવાની પણ તૈયારી છે. ૩૦ મીટરના વિશાળ ફૂલ મંડળમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોટ્રેટ તૈયાર કરાયું છે, જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી શકે છે. આ સિવાય 'સ્ત્રી સશક્તિકરણ' અને 'આધુનિક ભારત' ઝોનમાં હાઈ-સ્પીડ રેલ અને અંતરિક્ષ ટેકનોલોજીના શિલ્પો આકર્ષણનું કેન્દ્ર છે.
આ સિવાય ફ્લાવર શોમાં 4 અનોખા ઝોન પણ નિહાળી શકાશે
૧. શાશ્વત ભારત: સમુદ્ર મન્થન અને ગીતા સાર જેવા પૌરાણિક પ્રસંગો ફૂલોથી જીવંત કરાયા છે.
૨. નૃત્યકલા ઝોન: નટરાજની પ્રતિમા સાથે કુચિપુડી, કથકલી અને ગરબા જેવા નૃત્યના શિલ્પો.
૩. બાળકો માટે સ્પેશિયલ ઝોન: મનપસંદ કાર્ટૂન પાત્રો અને કલ્પનાની દુનિયા.
૪. ઉત્સવ ઝોન: દિવાળી, હોળી અને બિહુ જેવા તહેવારોની ઝાંખી.
અમદાવાદમાં ફ્લાવર શોની શરૂઆત વર્ષ ૨૦૧૩માં થઈ હતી. શરૂઆતમાં આ એક નાનું પ્રદર્શન હતું, પરંતુ તેની લોકપ્રિયતા જોઈને તેને દર વર્ષે ભવ્ય બનાવવામાં આવ્યું. ભૂતકાળમાં અહીં સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજ, વાઈબ્રન્ટ ગુજરાત અને રામ મંદિરની પ્રતિકૃતિઓ પણ ફૂલોથી બનાવવામાં આવી છે. દર વર્ષે અંદાજે ૧૦થી ૧૫ લાખ મુલાકાતીઓ આ શોની મુલાકાત લે છે.
મુલાકાતીઓ માટે જરૂરી માહિતી
સમયગાળો: ૧ જાન્યુઆરી થી ૨૨ જાન્યુઆરી ૨૦૨૬.
ટિકિટ દર: સોમવારથી શુક્રવાર: ₹80
શનિવાર-રવિવાર અને રજાના દિવસે: ₹100
પ્રાઈમ ટાઈમ (સવારે ૮-૯ અને રાત્રે ૧૦-૧૧): ₹500
૧૨ વર્ષથી નાના બાળકો અને દિવ્યાંગો માટે નિ:શુલ્ક.
ફ્ટિલાવર શોની ટીકીટ રિવરફ્રન્ટ પર ઓફલાઈન બારીઓ તેમજ QR કોડ સ્કેન કરી ઓનલાઈન ટિકિટ પણ મેળવી શકાશે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે AMC દ્વારા ઇવેન્ટ સેન્ટરની સામે પે-એન્ડ-પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.