અમદાવાદ ફ્લાવર શો 2026: જાણો ટિકિટ દર અને વિગતો
રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીથી ફ્લાવર શોનો પ્રારંભ, ઓનલાઈન ટિકિટ બુકિંગ અને VIP સ્લોટ

અમદાવાદ ફ્લાવર શો 2026

અમદાવાદ ફ્લાવર શો 2026
નવા વર્ષની સવાર સાથે જ અમદાવાદના આંગણે સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, ૧લી જાન્યુઆરીથી નાગરિકો માટે આ આકર્ષક મેળાના દ્વાર ખુલી જશે. મુલાકાતીઓની સરળતા માટે આ વખતે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને માધ્યમથી ટિકિટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ફ્લાવર શો ટિકિટના નવા દરો :
મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગાઉ સૂચવાયેલા દરોમાં રાહત આપીને નવા સસ્તા દર જાહેર કરવામાં આવ્યા છે:
સોમવારથી શુક્રવાર: 12 વર્ષથી ઉપરના નાગરિકો માટે ટિકિટનો દર 80 રૂપિયા રહેશે.
શનિવાર અને રવિવાર: જાહેર રજાઓ અને વીકએન્ડ દરમિયાન ટિકિટનો દર 100 રૂપિયા નક્કી કરાયો છે.
VIP સ્લોટ: ભીડથી બચવા માંગતા લોકો માટે સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 દરમિયાન VIP એન્ટ્રી મળશે, જેની ફી 500 રૂપિયા રહેશે.
કોમ્બો ટિકિટ: મુલાકાતીઓ અટલ બ્રિજ અને ફ્લાવર શો બંનેની મુલાકાત લેવા માટે એકસાથે કોમ્બો ટિકિટ પણ ખરીદી શકશે.
કોને મળશે મફત પ્રવેશ?
AMC દ્વારા અમુક શ્રેણીના લોકો માટે એન્ટ્રી ફીમાં વિશેષ છૂટછાટ આપવામાં આવી છે:
બાળકો: 12 વર્ષથી નીચેના તમામ બાળકોને ફ્રી એન્ટ્રી મળશે.
સરકારી શાળા: AMC સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક છે.
ખાનગી શાળા: ખાનગી શાળાના બાળકો સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી માત્ર 10 રૂપિયામાં પ્રવેશ મેળવી શકશે.
વિશેષ છૂટ: દિવ્યાંગો અને સૈનિકો માટે ફ્લાવર શોમાં પ્રવેશ તદ્દન મફત રાખવામાં આવ્યો છે.
ટિકિટ બુકિંગની પ્રક્રિયા :
ઓનલાઈન બુકિંગ: નાગરિકો AMC દ્વારા જાહેર કરાયેલા QR કોડને સ્કેન કરીને ઘરેબેઠા ટિકિટ બુક કરી શકે છે. પોર્ટલ પર નામ અને મોબાઈલ નંબર જેવી વિગતો ભરીને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ સફળ થયા બાદ મોબાઈલ પર ઈ-ટિકિટ મળી જશે. જો પેમેન્ટ કપાઈ જાય અને ટિકિટ ન મળે, તો પોર્ટલ પર ડાઉનલોડ ટિકિટ સેક્શનમાં જઈને મોબાઈલ નંબર દ્વારા ટિકિટ મેળવી શકાય છે.
ઓફલાઈન વ્યવસ્થા: જે નાગરિકો રૂબરૂ ટિકિટ લેવા માંગતા હોય, તેમના માટે સાબરમતી રિવરફ્રન્ટના સામેના ભાગે ખુલ્લા પ્લોટમાં ખાસ ટિકિટ બારીઓ કાર્યરત કરવામાં આવી છે.
નોંધ: ઓનલાઈન બુક કરેલી ટિકિટ નોન-રિફંડેબલ છે, તેથી બુકિંગ કરતી વખતે તારીખ અને સમયની ચોકસાઈ રાખવી જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.