અમદાવાદના ચાંદખેડામાં બુટલેગરોનો આતંક !
દારૂનો અડ્ડો બંધ કરાવવા ગયેલા રહીશો પર હુમલો,મહિલાઓને પણ માર માર્યાનો આરોપ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Ahmedabad Society Attack: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એક વખત ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના અડ્ડાનો વિરોધ કરનાર સ્થાનિક રહીશો પર બુટલેગરોએ હુમલો કર્યો હોવાના આક્ષેપ સામે આવ્યા છે. આ ઘટનામાં મહિલાઓ સાથે પણ મારપીટ કરવામાં આવી હોવાનો આરોપ છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, લાંબા સમયથી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદો કરવામાં આવી રહી હતી. અનેક વખત પોલીસ અને સંબંધિત વિભાગોને રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા રહીશોએ ખુદ વિરોધનો માર્ગ અપનાવ્યો હતો. પરંતુ આ વિરોધ બાદ જ હુમલો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
પ્રાથમિક માહિતી મુજબ,ચાંદખેડાના રહેણાંક વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી.સ્થાનિક પરિવારોનું કહેવું છે કે દારૂના અડ્ડાના કારણે વિસ્તારમાં અસામાજિક તત્વોની અવરજવર વધી ગઈ હતી, જેના કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોમાં ભયનો માહોલ હતો.આ મુદ્દે રહીશોએ અનેક વખત વિરોધ નોંધાવ્યો હતો. આરોપ છે કે વિરોધથી નારાજ થયેલા બુટલેગરો અને તેમના સાથીદારો રહીશોના ઘરો પાસે પહોંચી ગયા અને હુમલો કર્યો.
મૌખિક રજૂઆત બાદ પણ અડ્ડો બંધ ન થયો
સ્થાનિકોના જણાવ્યા મુજબ, સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હતું, જેના કારણે રાત્રિના સમયે અસામાજિક તત્વોનો અડ્ડો જામતો હતો. રોજની મહિલાઓ તેમજ બાળકો માટે અસુરક્ષાની સ્થિતિ ઊભી થઈ હતી. અનેક વખત મૌખિક રજૂઆત છતાં સ્થિતિમાં કોઈ ફેરફાર ન આવતા આખરે રહીશોએ એકજૂથ થઈ દારૂનો ધંધો બંધ કરાવવાનો નિર્ણય લીધો હતો.
દારૂ વેચવાની ના પાડતા બૂટલેગર ઉશ્કેરાયો
સોસાયટીના રહીશોનો ગંભીર આક્ષેપ છે કે આ વિસ્તારમાં ઘણા સમયથી બેખોફ બનીને દારૂનો વેપાર ચલાવવામાં આવી રહ્યો છે. સોસાયટીની શાંતિ જોખમાતી હોવાથી રહીશોએ એકઠા થઈને બૂટલેગરને અહીં દારૂ ન વેચવા માટે કડક શબ્દોમાં મનાઈ કરી હતી. આ વાતથી ઉશ્કેરાયેલા બૂટલેગરે સ્થાનિકોને પાઠ ભણાવવાના ઈરાદે બહારથી અસામાજિક તત્વો અને ગુંડાઓનું ટોળું બોલાવી લીધું હતું. આ બહારના શખ્સોએ સોસાયટીમાં ઘૂસીને આતંક મચાવવાનું શરૂ કર્યું હતું.
હુમલાથી સોસાયટીમાં અફરાતફરી, મહિલાઓ પર પણ કર્યો હુમલો
આ હિંસક હુમલા દરમિયાન બૂટલેગર અને તેના સાગરીતોએ માનવતાની તમામ મર્યાદાઓ વટાવી દીધી હતી. તેઓએ પુરુષોની સાથે-સાથે વચ્ચે બચાવ કરવા આવેલી સોસાયટીની મહિલાઓને પણ લાકડીઓ અને છુટા હાથે ઢોર માર માર્યો હતો. બૂટલેગરોના આ આતંકથી સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ અને રોષ વ્યાપી ગયો છે. ઘટનાની ગંભીરતાને પગલે સ્થાનિક લોકોએ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં જ ચાંદખેડા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનામાં મહિલાઓને પણ નિશાન બનાવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે હુમલાખોરોએ મહિલાઓ સાથે ધક્કામુક્કી કરી અને મારપીટ કરી હતી. કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હોવાનું પણ જણાવાયું છે.ઘટના બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બંને પક્ષોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને CCTV ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લેતી હોવાનું સામે આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ભયાનક મારામારી અને ચીસાચીસના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. ચાંદખેડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચતા હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે ભોગ બનનારા રહીશોની ફરિયાદના આધારે બૂટલેગર અને તેના સાગરીતો વિરૂદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિકોએ માગ કરી છે કે રહેણાંક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ