અમદાવાદ બ્લાસ્ટઃ 10 મોત બાદ જવાબદારી પર સવાલ!
વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં મૃત્યુઆંક 10, તપાસ અને તંત્રની કામગીરી પર ઉઠ્યા પ્રશ્નો

વસ્ત્રાલ નજીક ફટાકડાં ફેક્ટરીમાં થયેલી બ્લાસ્ટની ઘટનાની ફાઈલ તસવીર

વસ્ત્રાલ નજીક ફટાકડાં ફેક્ટરીમાં થયેલી બ્લાસ્ટની ઘટનાની ફાઈલ તસવીર
Questions regarding investigation and responsibility of system in Ahmedabad blast: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં વધુ એક ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક વધીને 10 થયો છે. ગંભીર રીતે દાઝેલા ગોવિંદ ડામોરે સારવાર દરમિયાન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હાલ ચાર દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં એક મહિલાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે.
સિવિલ હોસ્પિટલ દ્વારા આરોગ્ય સ્થિતિ અંગે માહિતી
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીના જણાવ્યા મુજબ, બ્લાસ્ટ બાદ કુલ પાંચ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં ચાર પુરુષ અને એક મહિલા સામેલ હતા. એક પુરુષ 95 ટકા અને મહિલા 75 ટકાથી વધુ દાઝેલા હોવાથી બંનેને ICUમાં દાખલ કરાયા હતા. જેમાંથી ગંભીર રીતે દાઝેલા દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.
શ્રમિકોના મોત બાદ જવાબદારી અંગે ચર્ચા
દૈનિક રોજગારી માટે કામ પર આવેલા શ્રમિકોના મોત બાદ હવે સમગ્ર ઘટનામાં જવાબદારી કોની છે તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિકો અને મૃતકોના પરિવારજનોનું કહેવું છે કે ગેરકાયદે રીતે ચાલતી ફેક્ટરી સામે સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો આ દુર્ઘટના ટાળી શકાત.
પરવાનગી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ઉઠ્યા પ્રશ્નો
દુર્ઘટના બાદ ફેક્ટરીને મળેલી મંજૂરી, ફાયર સેફ્ટીના નિયમોનું પાલન અને અન્ય કાનૂની પ્રક્રિયાઓ અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. ફેક્ટરી કયા આધારે કાર્યરત હતી અને વિવિધ વિભાગોએ સમયસર ચકાસણી કેમ ન કરી તે મુદ્દે તપાસ આગળ વધી રહી છે.
અગાઉની દુર્ઘટનાઓમાંથી શીખ લીધી નહીં
ગુજરાતમાં અગાઉ પણ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ, સુરત તક્ષશિલા આગકાંડ અને ડીસાની ફટાકડા ફેક્ટરી દુર્ઘટના જેવી ગંભીર ઘટનાઓ બની ચૂકી છે. છતાં ગેરકાયદે એકમો સામે કડક કાર્યવાહીનો અભાવ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. જનતાનો આક્રોશ ઠારવા સરકાર હવે 'તપાસ કમિટી'નું નાટક રચાઈ રહ્યુ છે. કમિટી તપાસના નામે સમય બગાડશે અને અંતે સમગ્ર ઘટના પર ઠંડુ પાણી રેડી દેવામાં આવશે. દર વખતની જેમ મ્યુનિ.કોર્પોરેશનના ક્લાર્ક જેવી 'નાની માછલીઓ'ને જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે. એસી કેબિનોમાં બેસીને લાખો રૂપિયાના હપ્તા ખાતા મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર અને પોલીસ અધિકારીઓ જેવી 'મોટી માછલીઓ'ને છાવરી લેવામાં આવશે.
આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે
આ દુર્ઘટના મામલે પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોડીયા, તેની માતા રમીલાબેન ડોડીયા અને ભાગીદાર સાદિક સૈયદ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓને સોમવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે.
મૃતકોમાં 3 બાળકો, 4 મહિલા અને 3 પુરુષનો સમાવેશ
ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 15 લોકો ઝપટમાં આવ્યા હતા. ઘટનામાં 10 લોકોના કરૂણ મોત થયા છે. મૃતકોમાં 3 બાળકો, 4 મહિલા અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. બાકીના ચાર લોકોની મણિનગરની એલજી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
2014માં પણ બ્લાસ્ટ થયો હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, અગાઉ વર્ષ 2014માં આરોપી રમીલાબહેન ફેક્ટરી ચલાવતા હતા ત્યારે થયેલાં બ્લાસ્ટમાં 1 વ્યક્તિનું મોત થયું હતું. જે તે સમયે લાયસન્સ રદ કરાયું હતું. ત્યારબાદ 2020માં તેના દીકરા મેહુલના નામે નવું લાયસન્સ લેવાયું હતું. લાયસન્સ રિન્યુ નહી કરાયું હોવા છતાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ રખાઈ હતી.
SITની રચના, પરંતુ અનેક સવાલો યથાવત
સમગ્ર ઘટનાની તપાસ માટે અમદાવાદ પોલીસ કમિશનરે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. ટીમમાં પોલીસના વરિષ્ઠ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે અને 10 દિવસમાં વિગતવાર અહેવાલ રજૂ કરવાનો સૂચના આપવામાં આવી છે. જોકે, તપાસમાં ફાયર વિભાગ, AMC અથવા અન્ય તકનિકી વિભાગોના અધિકારીઓને સત્તાવાર રીતે સામેલ ન કરવામાં આવતા કેટલાક વર્તુળોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ જવાબદારી અને કાયદાકીય કાર્યવાહી અંગે સ્પષ્ટતા થશે.

રામોલ નજીક ધમધમે છે મોતની ફેક્ટરીઓ
રામોલના મહંમદપુરામાં ચાલતી ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં 9 નિર્દોષ મજૂરોએ જીવ ગુમાવ્યા. ગણેશ વિસર્જનના ઓર્ડર પૂરા કરવા અને વધુ કમાણી કરવાની લ્હાયમાં તંત્રની રહેમરાહે ફેક્ટરી માલિકો કોઈ જ સુરક્ષા વગર ફટાકડાનું ઉત્પાદન કરી રહ્યાં હતાં. રામોલ ટોલ ટેક્સ પહેલાથી ધામતવાણ ગામ જતાં 9 કિલોમીટરના રસ્તા પર 50 જેટલી ગેરકાયદે ફટાકડાંની ફેક્ટરીઓ ધમધમી રહી છે. જે રીતસર મોતની જોખમી દુકાનો જ છે.
AMCનું રાડ્યા પછીનું ડહાપણ
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાની જેમ બ્લાસ્ટ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાડ્યાં પછીનું ડહાપણ આવ્યું છે. ફાયર વિભાગે શહેરના તમામ ઝોનમાં ફેક્ટરીઓની તપાસ હાથ ધરી હતી. એક જ દિવસમાં 147 સ્થળોની તપાસ કરવામાં આવી હતી. જેમાં નિયમોના ભંગ બદલ 30 એકમોને નોટિસ ફટકારવામાં આવી અને ચાર એકમોને સીલ કરવામાં આવ્યા હતી. વિસ્ફોટ થયેલી ગેરકાયદે ફેક્ટરીનું માળખું પણ તોડી પાડવામાં આવ્યું છે.
Names of notices issued Zone wise
1. *South West Zone*
1. ABC TRANSPORT
2. I. S. LOGISTICS
3. YARD SHOPPING MALL
4. OLA ELECTRIC SERVICE CENTRE
5. GOODLUCK FURNITURE
6. REZA FURNITURE MALL
7. HONEST DECOR PRIVATE LIMITED
8. AKSHAT SHAH FURNITURE
9. PUTHAWALA PACKAGING
10. SALASAR LAMINATE LIMITED
11. S. K. DISIGNER
12. RENY COSMETIC COMPANY
13. WEST POINT HONDA
14. MALU SARFACE COATING
15. AUTO MART
16. AIR POWER SERVICE
17. RAJEN AUTO
18. M. M. ENTERPRISE
19. S. K. TILES
20. AAVKAR AUTO PARTS
21. TAZBANI
2. *West zone*
3. Avinash traders - Seasonable
4. Gujarat papad bhandar
3. *Central Zone*
4. Jay hind stores.
5. Radhe seasonable stores
4. *South Zone*
5. Maa Ambika seasonable stor
5. *North Zone*
6. Heena traders
6. *North West Zone*
7. China Fatakda
8. Gurukrupa fatakda
9. Manav Mandir Fatakda
7. *East Zone*
8. NIL
19/07/2026 – *ZONE WISE INSPECTION REPORT*
1.*WEST ZONE*
Total Checking - 24
Warehouse/Godown Notices - 0
Factories/Industries Notices - 0
Others Notices - 0
Total Notices - 0
2. *CENTRAL ZONE*
Total Checking - 44
Warehouse/Godown Notices - 0
Factories/Industries Notices - 0
Others Notices - 4
Total Notices - 4
3.*NORTH ZONE*
Total Checking - 15
Warehouse/Godown Notices - 1
Factories/Industries Notices - 0
Others Notices - 0
Total Notices - 1
4.*SOUTH WEST ZONE*
Total Checking - 21
Warehouse/Godown Notices - 21
Factories/Industries Notices - 0
Others Notices - 0
Total Notices - 21
5.*SOUTH ZONE*
Total Checking - 34
Warehouse/Godown Notices - 0
Factories/Industries Notices - 0
Others Notices - 1
Total Notices - 1
6.*NORTH WEST ZONE*
Total Checking - 4
Warehouse/Godown Notices - 1
Factories/Industries Notices - 0
Others Notices - 2
Total Notices - 3
7.*EAST ZONE*
Total Checking - 5
Warehouse/Godown Notices - 0
Factories/Industries Notices - 0
Others Notices - 0
Total Notices - 0
*GRAND TOTAL*
1. Total Checking - 147
2. Warehouse/Godown Notices - 23
3. Factories/Industries Notices - 0
4. Others Notices - 7
Total Notices Issued - 30
સીલ કરેલ એકમોની યાદી
1. કાંતિભાઈ ચીનીલાલ શ્રીમાળી, સર્વે નંબર ૬૩૦, વસ્ત્રાલ, ગામ દસક્રોઈ, અમદાવાદ
2. મોહસીનખાન સિદ્દીકખાન પઠાણ, સર્વે નંબર ૧૪૩/૧, બક્ષીના કુવા પાસે, નબીમીયાનું ખેતર, રામોલ, અમદાવાદ
3. જીશાનુદીન ઝહીરુદીન સૈયદ, ૦૩/નારોલ
4. કમરૂદ્દીન બદરરુદ્દીન સૈયદ,”કિંગ ફાયર વર્કસ” સર્વે નંબર ૬૬/૩,જુના રાગણી માતાના મંદિર પાસે, ગ્યાસપુર ગામ, વટવા, અમદાવાદ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ